અકસ્માત:વાંકાનેરમાં રાજાશાહી સમયની ગઢની રાંગ તૂટી પડી

વાંકાનેર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મચ્છુ નદીના કાંઠે રાજાશાહી સમયની ગઢની રાંગ તૂટી પડી અકસ્માતની સેવાતી ભીતિ

શહેર નજીક થી પસાર થતી મચ્છુ નદીના કાંઠે રાજાશાહી સમયમાં સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી. દીવાલને કારણે માનવ કે પશુ નદીમાં પડે નહિ અને અકસ્માત સામે રક્ષણ મળે તે હેતુથી આ ગઢની રાંગ થી ઓળખાતી દીવાલ બનાવવામાં આવી હતી. સમય જતાં આ દીવાલ જર્જરિત બની ગઈ હતી જેને અવારનવાર સમારકામ કરવામાં આવેલ છે. હાલ માં જ લતાવાસીઓએ જણાવ્યા મુજબ કોઈ વાહન ની ઠોકર લાગવાથી બાદમાં વરસાદથી દીવાલ ધરાશાઈ થઈ ગઈ છે જેને તાત્કાલિક ઊભી કરવામાં નહિ આવે તો જીવલેણ અકસ્માત થવાની શકયતા છે.

દીવાલ આસપાસ નાના બાળકોથી લઈ પશુઓની સતત અવરવર રહેતી જો આ દિવાળીથી કોઇ માણસ કે પશુ નીચે પડી જાય તો ત્રીસ ફૂટ ઉંડી નદીમાં ખાબકે જેથી આવી કોઈ ગંભીર ઘટના બને તે પહેલા દીવાલ બનાવવામાં આવે જીવલેણ અકસ્માત રોકી શકાય. ગઢની રાંગ તૂટી છે તે આસપાસના રહેણાક ના લતાવાસીઓએ આ બાબતે નગરપાલિકા તંત્રને ઝડપથી દીવાલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે

અન્ય સમાચારો પણ છે...