કાર્યવાહી:વાંકાનેરના મેસરિયા ગામે સસરાએ જમાઇ સાથે મળી વેવાઇને ધોકાવ્યા

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેવાઈઅો વચ્ચે મનદુઃખમાં સામસામા ધોકા ઉડ્યા, 3 સામે ગુનો નોંધાયો

શહેરમાં બે પરિવારોની સામાન્ય બોલાચાલી ઘણી વાર મોટું સ્વરૂપ ધારણ કરી મારામારી સુધી પહોંચી જતી હોય છે. ત્યારે વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે વેવાઈ વેવાઈ વચ્ચે અગાઉ ઉભા થયેલા મનદુઃખને કારણે બાદમાં મામલો વધુ ગંભીર બની ગયો હતો અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પકડી લેતાં અંતે સામસામા ધોકા ઉડ્યા હતા અને આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. બનાવની ફરિયાદ નોંધાતા પોલીસે દરમિયાન ગીરી કરવી પડી હતી અને ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી આરંભ કરવામાં આવી હતી.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની પિતા-પુત્ર મેસરીયા ગામ ખાતે કામસર ગયા હતા જ્યાં મેસરિયા ગામના ફરિયાદીના ભાઈના વેવાઈ, જમાઈ અને અન્ય એક શખ્સે મળી પારિવારિક મતભેદોનો ખાર રાખી, હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં વેવાઇની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે ત્રણ શખ્સ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે રહેતા દિનેશભાઇ મોહનભાઇ કોબિયા(ઉ.વ. ૪૦)એ તેમના ભાઈના વેવાઈ હીરાભાઈ માલકિયા, જમાઈ અશ્વિનભાઈ હીરાભાઈ માલકિયા અને અન્ય એક શખ્સ ચનાભાઈ હીરાભાઈ માલકિયા(રહે. ત્રણેય મેસરીયા)ની સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી હીરાભાઈની દીકરી ફરિયાદીના ભાઈ બાબુભાઈના ઘરે સાસરે છે અને બાબુભાઈની દીકરી આરોપી હીરાભાઈના ઘરે સાસરે છે.

જેમાં આ બાબતે અગાઉ અવારનવાર બંને પરિવારો વચ્ચે બોલાચાલી અને ઝઘડા થતા હોય જેમાં ફરિયાદી અને તેના પિતા મેસરીયા ગામ ખાતે કોઈ કામસર ગયા હતા, જ્યાં પારિવારીક ઝઘડાનો ખાર રાખી ઉપરોક્ત ત્રણેય આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ-હુમલો કરી લાકડાના ધોકા વડે ઢીકાપાટુનો મારતા યુવાનની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે 3 શખ્સ સામે ગુનોં નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...