તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગ્યા ખાલી:વાંકાનેર શહેરની સરકારી કચેરીઓ ઇન્ચાર્જના હવાલે, પ્રજા ભગવાન ભરોસે

વાંકાનેર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી

વાંકાનેર સેવા સદનમાં પ્રાંત અધિકારીની નિમણુક કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી મામલતદાર, ચીફ ઓફિસર તથા તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોઇ તાકીદે આ જગ્યાઓ ભરવા માંગ ઉઠી છે.

કોરોના જેવી ભયાનક બીમારીના સમયે સરકારી કચેરીઓમાં જવાબદાર અધિકારીઓની નિમણુક કરવામાં ન આવતા ભગવાન ભરોસે બની ગયું છે ત્યારે ડેપ્યુટી કલેકટરની ખાલી જગ્યા પર અમદાવાદ મામલતદાર તરીકે ફરજ બજાવતા સેરસિયાની નિમણુક પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી છે ત્યારે હજુ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસરની જગ્યા ઇન્ચાર્જના હવાલે હોવાથી લોકોની કામગીરીમાં પડતી મુશ્કેલી સામે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ સાથે આક્રોશ વ્યક્ત કરાયો છે.

રાજ્ય સરકાર દ્વારા મામલતદારને બઢતી આપી નાયબ કલેક્ટર તરીકે નિમણૂક આપી છે, જેને અનુસંધાને ખાલી પડેલી પ્રાંત અધિકારીની જગ્યા પર અમદાવાદ ખાતે મામલતદાર તરીકે ફરજ નિભાવતા એ. એચ. શેરસીયાને બઢતી આપી પ્રાંત અધિકારી તરીકે નિમણૂક આપવામાં આવી છે.

વાંકાનેરના લોકમાંગ બાદ પ્રાંત અધિકારીની ખાલી પડેલી જગ્યા ભરવામાં આવી છે. હજુ સેવા સદન ખાતે મામલતદાર, તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી અને પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા પર કાયમી અધિકારીની નિમણૂક કરાઇ નથી તેથી હજુ આ ત્રણેય જગ્યા પર ઇન્ચાર્જથી કામ ચલાવવું પડશે. કાયમી અધિકારીના અભાવે લોકોના કામો ટલ્લે ચઢી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...