યુવકની ખુલ્લેઆમ ધમકી:મારી સાથે લગ્ન નહીં કરે તો બીજેય પરણવા નહીં દઉં

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાતીદેવરીની યુવતીને વાંકાનેરના યુવકની ખુલ્લેઆમ ધમકી
  • બે મહિલા સહિત ચાર શખ્સે સાથે મળી પોત પ્રકાશ્યું

વાંકાનેરના રાતી દેવરી ગામની યુવતીને યુવકે લુખ્ખી દાદાગીરી કરી ધમકી આપી હતી કે મારી સાથે લગ્ન નહીં કરે તો તારા લગ્ન બીજે પણ થવા નહીં દઉ” તેમ કહીને ગાળો આપી જાનથી મારી નાખવાની ચીમકી આપતાં યુવતીએ પોલીસ શરણું લીધું હતું અને બે મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક યુવતીને મોબાઈલ આપી બાદમાં યુવતીની પાછળ પડી લગ્ન કરવા માટે દબાણ કરી તેને હેરાન પરેશાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા બાબતે બે મહિલા સહિત કુલ ચાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે પોલીસે ધરપકડ સહિતની કાર્યવાહી આરંભી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાએ મોરબીના આરોપી હાર્દિક, દેવુબેન, રવજીભાઈ દાનાભાઈ અને અનુબેન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ લગ્ન કરવા માટે ફરિયાદી મહિલા પાછળ પડ્યા હતા અને કહ્યું હતું કે મારી સાથે લગ્ન નહીં કરે તો તારા લગ્ન બીજે પણ થવા નહીં દઉ તેમ કહીને ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી આ બનાવમાં યુવતીએ ચાર આરોપી સામે વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત ચાર આરોપીઓ સામે નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...