સન્માન:મા ભારતીની રક્ષા કરવાનું મને 17 વર્ષ સુધી સદભાગ્ય મળ્યું તેનો મને ગર્વ

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 19 વર્ષે સેનામાં જોડાઇને નિવૃત્ત થયેલા જવાનનું વાંકાનેરમાં ભવ્યતમ સ્વાગત

માં ભારતીની રક્ષા કાજે ૧૯ વર્ષની ઉંમરે ભારતીય સેનામાં જોડાઈ અનેક પડકારો વચ્ચે સતત ૧૭ વર્ષ દેશની રક્ષા કરી નિવૃત થયો. મને આટલા વર્ષ સુધી દેશ સેવાનો મોકો મળ્યો તેનો મને આનંદ છે તેમ પરત વતન આવેલા કૃષ્ણસિંહ અશોકસિંહ ઝાલાએ જણાવ્યું હતું. વાંકાનેર આવી પહોંચેલા જવાનનું વાંકાનેરમાં વિવિધ સંસ્થાઓ , મંડળો તથા રાજકીય અગ્રણીઓએ અદકેરું સન્માન કર્યું હતું.

વાંકાનેર તાલુકાના સરધારકા ગામે ૨૭ જુલાઈ ૧૯૮૪ ના દિવસે જન્મેલા કૃષ્ણસિંહનું સ્વપ્નું હતું કે ભારતીય સેનામાં જોડાઈને દેશની રક્ષા કરવી.તેઓ. ૦૬.૦૪.૨૦૦૪ ના દિવસે જામનગર ખાતે થયેલ આર્મી ભરતી કેમ્પમાં પસંદ થયા હતા. સપ્ટેમ્બર ૨૦૦૪ થી ડિસેમ્બર ૨૦૦૫ સુધી ટ્રેનિંગ પૂર્ણ કરી ૨૦૭ ફિલ્ડ રેજિમેન્ટ ( મૈદાના તોપખાના ) થી દેશસેવવા માટે ફરજ ની શરૂઆત કરી હતી. પહેલું પોસ્ટિંગ રાજસ્થાન રાજ્યના અલવર ખાતે હતું અને ત્યાર બાદ જમ્મુ ખાતે જ્યારે ૨૦૧૩ થી ૨૦૧૬ દરમ્યાન કુપવાડા ખાતે ફરજ બજાવેલ જ્યાં તેઓએ દેશ વિરોધી તત્વો સાથે મુઠભેડનો હિસ્સો બની મેલી મુરાદ ધરાવતા તત્વોને મારી ભગાડ્યા હતા.

તેઓ આટલી સેવા બજાવ્યા બાદ સેવા નિવૃત્ત થતાં વાંકાનેર આવી પહોંચ્યા હતા અને સરધારકા સમસ્ત ગ્રામજનોઅે ગર્વ સાથે આ જવામર્દનું અદકેરું સ્વાગત કર્યું હતું સાથે શહેરના માર્કેટ ચોક ખાતે વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ , વિવિધ મંડળો, સામાજિક તથા રાજકીય અગ્રણીઓ દ્વારા ફૌજીનું સન્માન કરી ગર્વની લાગણી અનુભવી હતી.

આ તકે કરણી સેના મોરબી ,વાંકાનેર ક્ષત્રિય સમાજના અગ્રણીઓ ,વાંકાનેર સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ , શહેર ભાજપ તથા તાલુકા ભાજપના કાર્યકર્તાઓ , હોદેદારો , ચૂંટાયેલા પ્રતિનિધિઓએ હાજરી આપી જવાનનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...