અગાઉ મોરબી અને વાંકાનેર નગર પાલિકાના ચીફ ઓફિસર તરીકે સારી કામગીરી કરનાર ગીરીશકુમાર સરૈયાની ફરીથી વાંકાનેર નગર પાલીકાના ચીફ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે. જૂના અને જાણીતા વાંકાનેરની જનતાની નાડ પારખીને વર્ષો સુધી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂકેલા ગિરીશ સરૈયાની નગરપાલિકા મા ચીફ ઓફિસર તરીકે ફરીથી એકવાર નિમણુક કરવામાં આવી છે ત્યારે જ્યારે તેઓ ફરજ બજાવી બદલી થઈ હતી તે સમયથી પડતર પ્રશ્નો સમસ્યાઓ આજે પણ જૈસે થે અવસ્થામાં પડી છે ત્યારે ફરીથી ફરજ પર હાજર થયા બાદ જૂની સમસ્યાઓ દૂર કરવાનાં પ્રયાસો હાથ ધરે તેવી લોકોની અપેક્ષા છે.
રાજ્ય સરકાર દ્વારા કુલ 42 ચીફ ઓફિસરની બદલીના ઓડર કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં રાજુલામાં ફરજ બજાવતા ચીફ ઓફિસર સરૈયાને ફરીથી વાંકાનેર મૂકવામાં આવ્યા છે. શહેરમાં હાલ પાણીની વ્યવસ્થા ખોરવાઈ છે તેમજ રોડ રસ્તાઓ વર્ષોથી વિકાસ જંખી રહ્યા છે
શહેરમાં આજે સુલભ શૌચાલય કે બાળકો માટે ક્રીડાંગણ, શહેરીજનો માટે હરવા ફરવા માટે બગીચો નથી ત્યારે ફરી એકવાર જૂના અને જાણીતા વાંકાનેરની જનતાની વર્ષો જૂની માંગણીઓ પૂરી કરવામાં સરૈયા કેટલા સફળ થશે તે આવનારો સમય બતાવશે. જેમ સરૈયા વાંકાનેર માટે જૂના છે તેમ વાંકાનેર વાસીઓની સમસ્યાઓ પણ જૂની છે જેને દૂર કરી લોકોની સુખાકારીમાં સહભાગી બને તેવી લોકોમાં અપેક્ષા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.