તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળમજૂરી:વાંકાનેરના રંગપરની ફેક્ટરીમાં કામ કરતા 3 બાળમજૂરને મુક્ત કરાવ્યા

વાંકાનેર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળમજૂરી થતી હોવાની માહિતી પરથી શ્રમ આયુક્ત ટીમનો સપાટો
  • મજૂરી કરાવતા ફેક્ટરી સંચાલક સામે વાંકાનેર પોલીસમાં ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડિસ્પોઝલ નામના કારખાનામાં ત્રણ બાળ શ્રમિકોને કામે રાખીને ફેક્ટરી સંચાલકો તેમની પાસે બાળ મજૂરી કરાવાતા હોવાનું શ્રમ આયોગ વિભાગની તપાસમાં બહાર આવતા આ મામલે ફેકટરીના સંચાલક સામે ત્રણ બાળકોને મજૂરી કામે રાખવા સબબ ચાઇલ્ડ ઓફિસરે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મદદનીશ શ્રમ આયુક્તની કચેરી મોરબીના ચાઇલ્ડ ઓફિસર મેહુલભાઇ એમ. હીરાણીએ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ એકઝીમીયસ ડિસ્પોઝલ કારખાનાના સંચાલક અપુર્વભાઇ મહેન્દ્રભાઇ ઝાલાવડીયા રાજકોટ વાળાએ પોતાના જોખમી વ્યવસાયની યાદીમાં આવતા એકઝીમીયસ ડિસ્પોઝલ નામના કારખાનામાં 18 વર્ષથી ઓછી ઉંમરના ત્રણ બાળકો પાસેથી મજૂરી કામ કરતા મળી આવ્યા હતા.

જેને પગલે શ્રમ આયોગ વિભાગે તપાસ કરી અને ઉપરોક્ત ફેક્ટરીમાંથી 18 વર્ષથી ઓછી વયના ત્રણ બાળકો મજૂરી કામમાંથી મુક્ત કરાવી આ બાબતે ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાવતા પોલીસે ફેક્ટરી સંચાલક ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ઘણા બધા કારખાનાઓ કે એકમોમાં બાળકો પાસે મજૂરી કરાવતા હોય છે તો ચાઈલ્ડ ઓફિસર દ્વારા વધુ તપાસ સઘન બનાવી દરોડા પાડવામાં આવે તો કેટલાય કુમળી વયના બાળકો ને ભણવા , રમવાના સમયમાં કાળી મજૂરી કરવા લગાડવામાં આવે છે તેમને મુક્ત કરાવી ભવિષ્ય ઉજ્જવળ બની શકે.

અન્ય સમાચારો પણ છે...