વિદાય સમારંભ:વાંકાનેર ST ડેપોના નિવૃત્ત થતાં કર્મચારીઓનો વિદાય સમારંભ

વાંકાનેર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર એસ.ટી. ડેપોના નિવૃત થતા કર્મચારીઓનો વિદાય સમારંભ તાજેતરમાં યોજાયો હતો જેમાં લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજાને વિદાયમાન કર્યા હતા. તાલુકા ભાજપ ઉપપ્રમુખ મહાવીરસિંહ ઝાલા ખાસ ઉપસ્થિત રહયા હતા. ડેપોમાં ૧૯૯૯ થી કાર્યરત બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન સાથે સન્માન વિધિ તેમજ સામૂહિક એસ.ટી.પરિવાર માટે સમુજ ભોજન કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ રાજકોટ ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી. કલોતરા , વિભાગીય યાંત્રિક ઇજનેર એન.સી.સોની, જયુંભા ડી.ઝાલા , ગાયત્રી મંદિરના મહંત અશ્વિન રાવલ , ડેપો મેનેજર કવિતાબેન ભટ્ટ તથા સમગ્ર એસ. ટી. ડેપો કર્મચારી સ્ટાફ તથા પરિવારજનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ગાયત્રી મંદિર પરિવારના મહંત અશ્વિનભાઈ રાવલ દાદાએ આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા જે. બી. ઝાલા, ભરતસિંહ જાડેજા, મહેબૂબભાઈ લાહેજી, નરેન્દ્રસિંહ જાડેજા, જનકસિંહ ઝાલા, અતુલભાઈ રાજગુરુ, અશોકભાઈ સહિત બાપા સીતારામ ગૃપ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...