તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુષ્કર્મ:વાંકાનેરમાં કૌટુંબિક કાકાએ ભત્રીજી પર દુષ્કર્મ કર્યું, માતા બનતા મામલો બહાર આવ્યો; એક વર્ષ સુધી હવસનો શિકાર બનાવી

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સગીરાએ બાળકીને જન્મ આપતા આરોપી સામે પોકસો હેઠળ ફરિયાદ

વાંકાનેરમાં રહેતી પરપ્રાંતિય સગીરા પર તેના કાૈટુંબિક કાકાએ નજર બગાડી સતત એક વર્ષ સુધી તેનો દેહ ચૂંથી તેને ગર્ભ રાખી દીધો હતો. નવ માસ પૂરા થયે સગીરાએ બાળકીને જન્મ આપતાં આ હવસલીલાનો પર્દાફાશ થયો હતો. આથી સગીરના માતા પિતાની ફરિયાદ પરથી પોલીસે કૌટુંબિક કાકા સામે પોક્સો અને દુષ્કર્મ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી આરંભી છે.

વાંકાનેરમાં એક પરપ્રાંતીય સગીર પીડિતાએ બાળકીને જન્મ આપતા કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આ ધૃણાસ્પદ ઘટનાને પગલે પંથકમાં હાહાકાર મચી ગયો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ શહેરમાં રહી મજૂરી કામ કરતા નરાધમે દૂરની સગીર વયની ભત્રીજી સાથે સતત એક વર્ષ સુધી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી. વાંકાનેર નજીક રહેતી શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને તેના જ દૂરના કૌટુંબિક કાકાએ હવસનો શિકાર બનાવી હતી. વાસનામાં અંધ બનેલા આ નરાધમે અવારનવાર સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. જેના પગલે સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તા.26 ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપતા કૌટુંબિક કાકાની હવસલીલાનો ભાંડો ફૂટી ગયો હતો.

નરાધમ કાકાએ સગીરા ઉપર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દીધાનું બહાર આવ્યું હતું. આ મામલે ભોગ બનનાર પીડિતાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.આથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ અને પોકસો એકટનો ગુનો નોંધી તેને ઝડપી લઇ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

તરુણીને ભગાડી જનાર શખ્સે દુષ્કર્મ કર્યાનું ખુલ્યું
શહેરના રૈયાધાર વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા તરુણીને પાડોશમાં રહેતો મીઠાલાલ ગુદડરામ ચૌહાણ નામનો શખ્સ લગ્નની લાલચ આપી ભગાડી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે યુનિવર્સિટી રોડ પોલીસે તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન આરોપી મીઠાલાલ અને તરુણી સુરેન્દ્રનગર હોવાની માહિતી મળતા તુરંત એક ટીમ સુરેન્દ્રનગર દોડી જઇ તરુણીને મુક્ત કરાવી આરોપી મીઠાલાલને ઝડપી લીધો હતો. બંનેને રાજકોટ લઇ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરી તરુણીનું તબીબી પરીક્ષણ કરાવ્યું હતું. જેમાં આરોપીએ તરુણી સાથે શારીરિક સંબંધ બાંધ્યાનું ખૂલતા પોક્સોની કલમનો ઉમેરો કરી આરોપી મીઠાલાલની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...