તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેઠક:વાંકાનેરમાં દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે વિચાર વિમર્શ

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિચરતા-વિમુક્ત સમુદાય એકતા મંચની બેઠક મળી

વાંકાનેર ખાતે દસ ટકા અનામતના પડતર પ્રશ્નો અંગે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચની બેઠક મળી હતી, જેમાં મહત્વના પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.શહેરના રાજકોટ રોડ પર આવેલા વેલનાથ બાપુના મંદિર ખાતે વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા બેઠક મળી હતી.

જે બેઠકમા જુના 10 ટકા અનામતના પડતર પ્રશ્નોને લઈને જાગૃતિ માટે અને સરકારના ભીખુ ઇદાતે કમિશન, રેન્કે કમિશન,રોહિણી કમિશનોની ભલામણની ઝડપથી સરકાર દ્વારા અમલવારી કરી અને વિચરતી-વિમુકત જાતિને ૧૦ ટકા અલગ અનામત આપવા તાલુકા પંચાયત,નગર પાલિકાના તમામ સભ્યો અને વિચરતી વિમુક્ત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિના લેટરપેડ પર સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆત કરવા જ્ઞાતિના આગેવાનો અને યુવાનોને ડો.પ્રકાશભાઈ કોરડીયા,સંજયભાઈ અજાણી,પપ્પુભાઈ ઠાકોર,ભરતભાઇ રાઠોડ,સનતભાઈ ડાભી,મેરાભાઈ વિઠ્ઠલાપરા,રાજુભાઈ કોરડીયાએ બેઠકમાં હાજર આગેવાનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

જેમાં ચુવાળીયા ઠાકોર સમાજના શહેર પ્રમુખ જયંતીભાઈ મદ્રેસાણીયા, શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈ ઠાકોર, શિવસેના શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, રૂખડભાઈ માણસૂરિયા, રણછોડભાઈ, મનસુખભાઈ, વિરજીભાઈ, ગોપાલભાઈ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપરાંત વિચરતી-વિમુક્ત સમુદાય એકતા મંચ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના ગામે-ગામ પ્રવાસ કરી બંધ થઈ ગયેલ લાભોનું ફરી અમલીકરણ તેમજ તેના લાભો અંગે લોકોમાં જાગૃતી લાવી ગામે ગામથી મુખ્યમંત્રીને પત્ર લખી અભિયાન શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...