તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી પે સીના જોરી:વાંકાનેરમાં સંબંધીને વાપરવા આપેલી દુકાન પચાવી પાડી

વાંકાનેર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાલી કરવાનું કહેતાં કબજેદારો મારવા દોડ્યા

વાંકાનેરમા સંબંધીને વાપરવા આપેલી દુકાન પચાવી પાડી મારવા દોડતા ત્રણ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ. વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલી એક દુકાન સંબંધના નાતે એક વૃધ્ધે ત્રણ શખ્સને વાપરવા માટે આપી હતી, જે દુકાન પર આ ત્રણ શખ્સએ પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર કબ્જો કરતાં વૃધ્ધે વાંકાનેર પોલીસમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ફરિયાદી રસુલભાઇ હાજીભાઇ માથકીયાએ આરોપી જલાલભાઇ વલીભાઇ પરાસરા, પરવેઝ જલાલભાઇ પરાસરા અને નુરઅખ્તરભાઇ જલાલભાઇ પરાસરા સામે ફરિયાદ નોંધાવી છે કે આશરે અઢી વર્ષ પહેલા તા. ૨૯/૧૨/૨૦૨૦ના રોજ ફરિયાદીની માલીકીની વાંકાનેર શહેરના જીનપરા મેઇન રોડ પર આવેલી દુકાન સંબંધના નાતે તેમણે આરોપીઓને વાપરવા માટે આપી હતી, જે દુકાનને ખાલી કરવાનું કહેતા આરોપીઓ વૃદ્ધને ગાળો આપી મારવા દોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...