રજૂઆત:વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ગૃહ ઉદ્યોગોને વીજજોડાણની માંગ

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિપત્રનો અમલ કરી પંથકને લાભ આપવા ધારાસભ્યની રજૂઆત

વાંકાનેર યાર્ડના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ અગ્રણીએ રાજ્યના ઉર્જા મંત્રીને, વિરોધ પક્ષના નેતાને લેખીત રજૂઆત કરી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા ગૃહ ઉદ્યોગોને વીજ જોડાણ આપવાના સરકારના પરીપત્રનો અમલ કરવા, યોજના માત્ર મોરબી પૂરતી સીમિત ન રાખી વાંકાનેરમાં લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે.

ઇરફાન પીરઝાદાએ જણાવ્યું છે કે મોરબીના વાડી વિસ્તારના ગૃહ ઉદ્યોગોને વીજ કનેક્શન મેળવવામાં પડતી મુશ્કેલી નિવારવા માટે પરિપત્રની ગાઇડલાઇન અપાયેલ છે, પરંતુ માત્ર મોરબી વિસ્તાર માટે જ આ પરિપત્રનો અમલીકરણ એ સરકારની આમ પ્રજા માટે ભેદભાવ ભરી નીતિનું પ્રતિબીંબ જણાય છે. વાંકાનેરના વાડી વિસ્તારમાં ધંધાકીય વીજ કનેક્શનો મેળવવા માટે અરજદારો લાંબા સમયથી પીજીવીસીએલની કચેરીએ ધરમધક્કા ખાય છે. છતાં કચેરી દ્વારા વીજ કનેક્શનો અપાતા નથી.

વાંકાનેર તાલુકો 103 ગામનો તાલુકો છે, આ તાલુકામાં મોટાભાગની ગ્રામ્ય પ્રજા ગામ તળની આજુબાજુના માલિકીના વાડી વિસ્તારમાં ગામ તળથી 1 કિ. મી.ની મર્યાદાથી ઓછામાં વસવાટ કરે છે. તેઓ ખેતી-પશુપાલન, પોલ્ટ્રી ફાર્મના વ્યવસાથ સાથે સંકળાયેલા તાલુકાના ખેડૂતો ગુજરાન ચલાવવા ખેતી સાથે ગૃહ ઉદ્યોગોથી આર્થિક ઉપાર્જન મેળવે છે.

આથી ગૃહઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટેનો ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના પરિપત્રનો અમલ માત્ર મોરબી પૂરતો સીમીત ન રાખતા વાંકાનેર સહીત અને તાલુકામાં કરવામાં આવે તો રાજ્ય સરકારનો ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનું હેતુ પાર પડે તે જોવા રજૂઆત છે.

અન્ય સમાચારો પણ છે...