રજૂઆત:વાંકાનેરમાં માર્ગ-મકાન વિભાગનું સબડિવિઝન ફાળવવા માગણી

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાની રજૂઆત

વાંકાનેરમાં માર્ગ મકાન અને સિંચાઈ વિભાગનું સબડિવિઝન અને રેસ્ટ હાઉસ કાર્યરત કરવાની માંગ વાકાનેર રાતીદેવરી જિલ્લા પંચાયત બેઠક પરથી ભાજપના ચૂંટાયેલા સદસ્ય ઝાહિર અબ્બાસ સેરસીયા તથા પૂર્વ મોરબી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ યુસુફ સરસીયા દ્વારા રાજ્ય સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાને રૂબરૂ મળીને કરવામાં આવી હતી.

રજૂઆતમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકામાં જિલ્લા પંચાયત હસ્તકનું માર્ગ મકાનનું સબડિવિઝન તથા સિંચાઈ વિભાગનું સબડિવિઝન વર્ષો પહેલા કાર્યરત હતુ જે હાલ બંધ છે, તેને ફરી વાંકાનેર ખાતે શરૂ કરવા માંગણી છે. આ બાબતે તા. ૨૮/૯/૨૦૨૧ ની જિલ્લા પંચાયત મોરબીની ખાસ સામાન્ય સભામાં ઠરાવ પણ કરવામા આવેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વાંકાનેર તાલુકો ૧૦૧ ગામનો મોરબી જિલ્લાનો મોટો તાલુકો છે તેમજ આર્થિક રીતે પછાત તાલુકો છે. જો આ બંને સબડિવિઝન ચાલુ કરવામાં આવે તો વિકાસના કામોને વેગ મળે અને લોકોને મોરબીના ધક્કા ન થાય તેમજ સરળતાથી લોકોના કામ થઈ શકે. આ ઉપરાંત વાંકાનેરમાં જિલ્લા પંચાયત હસ્તકનું સર્કિટ હાઉસ હતુ જે વર્ષ ૨૦૦૧ માં આવેલ ભૂકંપમાં જર્જરિત થયું હતું અને હાલમાં બંધ છે.

વાંકાનેર તાલુકામાં જ્યારે કોઈપણ મિનિસ્ટર કે અન્ય પદાધિકારીઓ કે અધિકારીઓ આવે ત્યારે તેમના રહેઠાણ અંગેનો પ્રશ્ન ઊભો થાય છે. તે બાબતે તેવોએ રાજય સરકાર હસ્તકનું સર્કિટ હાઉસ તાત્કાલીક મંજૂર કરવા અને આ નવું હાઉસ નેશનલ હાઈવે અથવા તાલુકા સેવા સદનની આજુબાજુમાં બનાવવાની માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...