તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વાંકાનેર શહેરમાં મચ્છુમાની શોભાયાત્રા દરમિયાન કર્ફ્યૂ, મોરબી જિલ્લા કલેક્ટરનું જાહેરનામું, સોમવારે સવારે 9 થી સાંજે 4 સુધી સંચારબંધી

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર શહેરમા અષાઢી બીજે મચ્છુમાં મંદિરથી નીકળનાર શોભાયાત્રાને અનુસંધાને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે અનુસંધાને નિર્ધારિત કરેલા વિસ્તારો અને મંદિર આસપાસ 200 મીટર વિસ્તારમાં કર્ફ્યુ લાગુ રહેશે અને તેનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે.તા. ૧૨ ના રોજ અષાઢી બીજ નિમિતે વાંકાનેર શહેરમા મચ્છુ માતાજીની શોભાયાત્રા યોજાય છે, ત્યારે હાલ કોરોના મહામારીને ધ્યાને લઈને વાંકાનેરમાં આવેલા મચ્છુ માતાજી મંદિર આસપાસ તેમજ શોભાયાત્રાના રૂટ વિસ્તારમાં મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે.

જેમાં મોરબી જિલ્લાના વાંકાનેર શહેર વિસ્તારમાં શહેરના ગ્રીન ચોક વિસ્તાર, ગ્રીન ચોકથી એસ પી પાન સુધી, વાંઢા લીમડા ચોકથી જીનપરા જકાતનાકા અને મિલ પ્લોટ મેઈન રોડથી મચ્છુ માતાના મંદિર સુધી તેમજ મંદિર આસપાસ ૨૦૦ મીટર વિસ્તારમાં તા. ૧૨ ના રોજ સવારે ૯ થી સાંજે ૪ વાગ્યા સુધી કર્ફ્યું જાહેર કરવામાં આવ્યું છે. જેના ભંગ બદલ કડક સજા કરવામાં આવશે તેમ ઉમેરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...