તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રિવર્સ ગિયર:વાંકાનેરમાં વાલીઓનો સરકારી શાળા તરફે વિશ્વાસ વધ્યો, ધો.2 થી 8માં 236 બાળકોના થયા એડમિશન

વાંકાનેરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાકાળમાંથી મળી શીખ, તગડી ફી વસૂલાત કરતી ખાનગી સ્કૂલને અપાયો જાકારો

કોરોના કાળમાં વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળતા મોંઘાદાટ શિક્ષણ આપતી ખાનગી શાળાઓના વળતા પાણીની શક્યતા સાથે શાળા સંચાલકો માટે ચિંતાજનક સમાચાર ગણાય તેવી સ્થિતિનું વાંકાનેરમાં નિર્માણ થયું છે. જેથી ખાનગી શાળાઓની હાલત કફોડી બની છે. કોરોના કાળમાં વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ સદંતર બંધ છે ત્યારે દિવસે-દિવસે ખાનગી શાળાઓની હાલત કફોડી બની રહી છે. શહેર તથા તાલુકાના મળી નવા સત્રમાં પ્રવેશ માટે ધોરણ ૨ થી ૮ સુધીના કુલ ૨૩૬ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓની મોહમાયા ત્યજી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી લીધો છે. આ સ્થિતિને સરકારી શાળાઓએ પોતાના તરફી વધાવી કામગીરી સુધારીને વાલીઓનો વિશ્વાસ સંપાદન કરી લેવો જોઇએ.

શહેરની એક સરકારી શાળાના આચાર્યના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ દરમિયાન ખાનગી શાળામાં અભ્યાસ કરતા ૨૯ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાને કાયમ માટે અલવિદા આપી સરકારી શાળામા પ્રવેશ મેળવ્યો છે. વાલીના આ નિર્ણય ને સરકારી શાળાના શિક્ષકોએ આવકાર્યો હતો અને દરેક વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મળી સરકારી શાળામા મળતી શિક્ષણ , સિંચન અને જીવન ઉપિયોગી ગતિવિધિઓથી વાકેફ કરી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીનું સન્માન કરી આવકાર્યા હતા. આજના મોંઘા શિક્ષણને લઇ હવે સરકારી અને ખાનગી શાળાઓ વચ્ચે હરીફાઈ શરૂ થઇ છે. ખાનગી શાળાઓમાં વધતી ફી, વાલીઓને થતી પરેશાની, સુવિધાઓ બાબતે વિસંગતતાઓને ધ્યાને લઇ હવે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યાં છે.

સરકારી શાળા તરફના ઝુકાવના આ છે કારણો

 • કોરોના કાળમાં વાલીઓની બેરોજગારી
 • ઓનલાઇન શિક્ષણ સામે તગડી ફી વસુલાત
 • વિવિધ યોજનાઓ તેમજ સ્કોલરશીપ
 • રોજગારલક્ષી શિક્ષણ , તાલીમબદ્ધ શિક્ષકો
 • ગુણવત્તા સભર શિક્ષણથી વાલીઓને ધરપત
 • શિક્ષકની શૈક્ષણિક લાયકાત
 • શાળાના નવા અદ્યતન મકાનો , પ્રયોગશાળાઓ
 • રમતગમતના મેદાન સાથે પૂરતા સાધનો
 • મફત શિક્ષણ સાથે શિષ્યવૃત્તિ , મફત પાઠ્યપુસ્તક
અન્ય સમાચારો પણ છે...