તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમર્થન:વાંકાનેર માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ એસો. બંધમાં જોડાશે, 8 ડિસેમ્બરે અપાયેલા એલાનમાં કામગીરી બંધ રાખશે

વાંકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેર એ.પી.એમ.સી.ના કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા ખેડૂત વિરોધી કાયદાના વિરુદ્ધમાં ભારત બંધના એલાનમાં સમર્થન આપી આગામી તારીખ - ૮ ડિસેમ્બર ના રોજ માર્કેટિંગ યાર્ડ ના તમામ કામકાજો બંધ રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, આથી ખેડૂતોને જણસ લઇને ન આવવા અપીલ કરાઇ છે. વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કમીશન એજન્ટ એસોશીએશન દ્વારા દિલ્હી ખાતે ચાલી રહેલા પંજાબ - હરિયાણાના ખેડૂતો દ્વારા કેન્દ્રની ભાજપ સરકારે પસાર કરેલા કૃષિ કાયદાના વિરોધ આંદોલનને સમર્થન જાહેર કરાયું છે.

ઝાલાવાડ ટ્રેડિંગ પેઢી ચાલુ રહેશે
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં ઝાલાવાડ ટ્રેડિંગ નામની પેઢી ધરાવતા ક્રિપાલસિહ દેવેન્દ્રસિંહ ઝાલાએ ભારત બંધના સમર્થનમાં અસહમતી દર્શાવી હતી. તેઓએ જણાવ્યું હતુ કે હું ભૂતકાળમાં ૨૫ .૦૯.૨૦ ના ભારત બંધના એલાનમાં પણ હું જોડાયો ન હતો. વધુમા ઝાલા એ જણાવ્યું હતું કે આગામી ૮ ડિસેમ્બરે ભારત બંધને કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા સમર્થન આપેલ છે જેમાં હું અસહમતી દર્શાવું છું અને તે દિવસે મારી પેઢી ખુલી રાખી રૂટિન કામગીરી ચાલુ રહેશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો