વિરોધ:રસ્તો ન બનતાં કણકોટ અને અગાભી પીપળિયાના લોકોનો ચૂંટણીનો બહિષ્કાર

વાંકાનેર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના 2 ગામના લોકોની ધીરજ ખૂટી, બેનર લગાવી સૂત્રોચ્ચાર કર્યા

વાંકાનેર તાલુકાના કણકોટ તથા અગાભી પીપળીયા ગામના લોકોની અનેક અને વારંવારની રજૂઆતો છતાં રસ્તો ન જ બનાવાતાં લોકોની ધીરજ ખૂટી પડી હતી અને બધાએ સાથે મળીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને સાથોસાથ બેનર લગાવી, દેખાવો કરી સૂત્રોચાર કર્યા હતા. વાંકાનેર કુવાડવા બેઠક મતવિસ્તારમાં આવતા કણકોટ તથા અગાભી પીપળીયાના લોકોએ સ્થાનિક સ્તરથી માંડી ગાંધીનગર સુધી રસ્તો બનાવવા માટે અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર કે અગ્રણીઓ દ્વારા ગામલોકોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં ન આવતા બંને ગામના લોકોએ અંતે હવે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.

વાંકાનેર વિધાનસભા બેઠકમાં આવતા અગાભી પીપળીયા અને કણકોટ ગામના લોકો વર્ષોથી તેમના ગામના રોડનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે હજુ સુધી આ બંને ગામને જોડતા રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા તૂટેલા રોડને રીપેર કરવામાં નથી આવતા, તેમજ નવો રોડ બનાવવામાં આવતો નથી. જેથી કરીને ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે.

ગામલોકોએ મુખ્ય રસ્તો કે જે ખોરાણાથી કણકોટ સુધીનો જે રસ્તો છે તે સ્ટેટ હાઇવેમાં સમાવવામાં આવે તેવી માંગ કરી હતી તેમ છતાં પણ આ રસ્તાનો સ્ટેટ હાઇવેમાં સમાવેશ કરવામાં આવ્યો નથી અને આ રસ્તાને રીપેર કરવા માટેની કામગીરી રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવતી નથી આટલું જ નહીં પરંતુ નવો રસ્તો બનાવવા માટે થઈને પણ કામગીરી કરવામાં આવતી ન હોવાથી ગ્રામજનોમાં હાલમાં રોષની લાગણી છે અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો અગાભી પીપળીયા તેમજ કણકોટ ગામના લોકો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો છે.

અન્ય સમાચારો પણ છે...