આયોજન:વાંકાનેરમાં ભાગવત સપ્તાહનો ભવ્ય પોથીયાત્રા સાથે શુભારંભ

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરશુરામધામના નિર્માણ માટે બ્રહ્મસમાજનું આયોજન
  • સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો ઉત્સાહભેર જોડાયા

વાંકાનેર પરશુરામધામના નિર્માણ માટે સમસ્ત બ્રહ્મસમાજ તથા સમગ્ર હિન્દુ સમાજના સહયોગથી તા . ૧૭ મીથી તા . ૨૩ મી સુધી ભાટીયા સોસાયટીમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે . જેમાં રવિવારે બપોરે સોસાયટી સ્થિત શ્રીકૃષ્ણ હવેલીથી પોથીયાત્રા વાજતે ગાજતે નીકળી હતી, જેમાં વાંકાનેરના સંતો , મહંતો , સમસ્ત બ્રહ્મસમાજના અશ્વિનભાઈ રાવલ, રજનીભાઇ રાવલ, સુરેશભાઈ ભટ્ટ, પુષ્કરભાઈ ત્રિવેદી , ધનંજયભાઈ ઠાકર , નરેન્દ્રભાઈ દવે સહિતના ભૂદેવો જોડાયા હતા.

તદુપરાંત સમસ્ત હિન્દુ સમાજના લોકો ઉમટી પડયા હતા પોથીયાત્રામા મહિલાઓએ ડી જે. ના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી સોસાયટીના માર્ગો પર ફરી પોથીયાત્રા કથા સ્થળે પહોંચી હતી અને વિરામ પામી હતી. કથા દરમ્યાન રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમા નૃસિંહ પ્રાગટ્ય , વામનપ્રાગટ્ય , રામ - કૃષ્ણ જન્મોત્સવ વગેરે પ્રસંગો ઉજવાશે. કથાનું બપોરે ૩.૩૦. થી ૭ વાગ્યા સુધી શાસ્ત્રી મયુરભાઈ ભટ્ટ રસપાન કરાવશે.

શહેરમાં ભૂદેવોના આરાધ્ય ભગવાન પરશુરામધામના નિર્માણ માટે આયોજિત ભાગવત સપ્તાહને લઇ સમસ્ત બ્રહ્મસમાજમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમસ્ત બ્રહ્મસમાજના દરેક પેટા જ્ઞાતિના આગેવાનો સહિત શહેરના તમામ ભૂદેવો ખભે ખભો મિલાવીને તન મન ધનથી સેવા આદર્યો છે તેમ મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ ભરતભાઇ ઓઝા દ્વારા જણાવાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...