જીવલેણ હુમલો:યુવક કેક કાપે તે પૂર્વે છરીથી ગાલ કપાતાં 5 ટાંકા આવ્યા

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વાંકાનેરમાં બર્થ ડેની ઉજવણીમાં 4નો યુવાન હુમલો
  • સામે જોવા જેવી મામૂલી બાબતે મામલો બિચક્યો

વાંકાનેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવક પર સામે જોવા જેવી સામાન્ય બાબતમાં જન્મ દિવસની પાર્ટીની ઉજવણી કરતા મિત્રો પર 4 શખ્સએ ઘાતકી હથિયારો સાથે હુમલો કર્યાની ઘટના બનતા જન્મ દિવસની કેક કપાય તે પહેલાં જ એક યુવકના ગાલ પર છરીનો ઘા ઝીંકીને ગાલ ફાડી નાખતા જન્મ દિવસની પાર્ટીમાં માતમ છવાઇ ગયો હતો, અને આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ નવાપરા જી.આઈ.ડી.સીના ખુણે રૂત્વીકભાઇ પોતાનો જન્મદિવસની ઉજવણી કરવા મિત્ર સાથે નાસ્તો કરવા જતા હતા ત્યારે મુનાફભાઇએ મયુર બાવાજીની સામે જોતાં તેમને સારૂ નહી લાગતા પોતાના મિત્ર સાથે જન્મદિવસ નિમીતે કેક કાપવા મિત્રોને બોલાવેલા, ત્યાં જઇ આરોપીઓએ રૂત્વીકભાઇને ગાળો આપી છરી જમણા ગાલ પર મારી દેતાં તેને સારવાર માટે ખસેડવો પડ્યો હતો અને પાંચેક ટાંકા આવ્યા હતા. આ ઉપરાંત રૂત્વીકભાઈને લોખંડના પાઈપ વડે બંને પગે તથા વાંસામા તથા કમરે મુંઢ ઈજા કરી આરોપીઓ છરી મારવા જતા હતા પરંતુ સદનસીબે મિત્રોએ રૂત્વીકને બચાવી લીધો હતો.

આ અંગે ઈજાગ્રસ્ત રૂત્વીકભાઇ જગદિશભાઇ સારલાએ હુશેન બ્લોચ, મયુર બાવાજી, એજાજ મોવર અને સાહિલ ઉર્ફે બાબો યુસુફભાઇ આફ્રીદી વિરુદ્ધ ફરિયાદમાં નોંધાવી છે. વાંકાનેર સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...