હુમલો:વાંકાનેરના દલડીમાં મગફળીને ભેલાણ કરવાની ના પાડતા ખેડૂત પર હુમલો

વાંકાનેર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે પોતાની માલિકીના ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા શખ્સ ઉશ્કેરાયો
  • ઇજાગ્રસ્ત ખેડૂતને સારવારમાં ખસેડાયા, ગાલમાં પાંચ ટાંકા આવ્યા

વાંકાનેર તાલુકાના દલડી ગામે મગફળીના ઊભા પાકમાં ભેલાણ કરવાની ના પાડતા ખેડૂત પર માલધારી દ્વારા ધોકા વડે હુમલો કર્યો હતો. વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં ખેતરમાં ખેડૂતે મગફળીના પાકનું વાવેતર કર્યું હતું. જેમા માલધારી દ્વારા ગેરકાયદેસર રીતે તેના માલઢોરને ભેલાણ કરવા માટે મૂકવામાં આવ્યા હોય જેથી આ બાબતે વાડીના માલિકે માલધારીને ભેલાણ ન કરવા માટે કહેતા એકદમ ઉશ્કેરાયેલા શખ્સે લાકડી વડે ખેડૂત પર હુમલો કરી માર માર્યો હતો. જેના પગલે ખેડૂતને સારવારમાં ખસેડાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામ ખાતે રહેતા ઝાહીદભાઈ અલીભાઈ શેરસીયા(ઉ.વ. 35)ની વાડી દલડી ગામની સીમમાં આવેલી હોય અને ખેડૂતે આ વાડીમાં મગફળીનું વાવેતર કરેલ હોય જેથી ખેડૂત પોતાની વાડીએ આંટો મારવા જતા ત્યાં રૂડા ડાયાભાઈ ભરવાડ નામનો શખ્સ તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે માલઢોર લાવીને ખેતરમાં ભેલાણ કરતાં હતા જેથી ખેડૂત જાહિદભાઈએ તેને ભેલાણ ન કરવા માટે કહેતા ભરવાડ શખ્સ એકદમ ઉશ્કેરાઇ જઇ દાદાગીરી સાથે ખેડૂત પર હુમલો કરી જેમ ફાવે તેમ ગાળો આપી માર માર્યો હતો.

હુમલાના આ બનાવમાં ખેડૂતને ગાલમાં પાંચ ટકા તથા મુઢમાર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ખેડૂત દ્વારા આરોપી રૂડાભાઈ ડાયાભાઈ ભરવાડની સામે વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...