તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:વાંકાનેરના અરણીટીંબા ગામમાં ગટર ખોદવા મુદ્દે બબાલ, 6 સામે એટ્રોસિટી

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદ ખોટી હોવાની રજૂઆત માટે પીરઝાદા સહિત અનેક પોલીસ મથકે ગયા

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે જેસીબીથી ગટર ખોદવા મુદ્દે સામાન્ય ઝઘડો થતા એટ્રોસિટી સહિતની કલમો મુજબ છ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ ખોટી હોવાની આક્ષેપ સાથે ગામ લોકો સહિત ધારાસભ્ય જાવિદ પીરઝાદા પણ પોલીસ મથકે દોડી ગયા હતા અને ખોટી રીતે ફરિયાદ કર્યાની રજૂઆત કરી હતી.

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે રહેતા છગનભાઇ ગોવીંદભાઇ અઘારાના ઘર પાસે ઉસ્માનભાઇ અલીભાઇ કડીવાર જમાતના પ્રમુખ, નિઝામ મામદ કડીવાર, મામદ હાજી કડીવાર, ઇરફાન ફતે ચૌધરી, અમીભાઇ અલીભાઇ કડીવાર અને ઉસ્માન આહમદભાઇ કડીવાર જેસીબીથી ગટર ખોદવા ખાડો કરતા હતા ત્યારે ફરિયાદી છગનભાઇને તેમના ઘર પાસે ગટર ખોદશે તેવું જણાતા તેમને ગટર ખોદવા ના પાડી હતી. જેને પગલે આરોપીઓને આ વાત સારી નહિ લાગતા ફરિયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદી છગનભાઇનો કાંઠલો પકડી ધક્કો મારી પછાડી દઇ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હોવાનું અને ફરિયાદી અનુસૂચિત જાતીના હોવાનું આરોપીઓ જાણતા હોવા છતા જાતિ પ્રત્યે હડધુત કરતા ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદ ખોટી રીતે કરી હોવાની રજૂઆત કરવા ધારાસભ્ય સહિતનાઓ પોલીસ મથકે દોડી ગયા હતા અને જણાવ્યું હતું કે આ ફરિયાદ દાખલ કરવામાં પોલીસે ઉતાવળ કરી છે, ખોટી રીતે દાખલ કરેલી ફરિયાદમા પહેલાં તટસ્થ તપાસ હાથ ધરાઇ અને જો તપાસમાં સત્ય બહાર આવે અને જેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી તે કસુરવાન જણાય તો ફરિયાદ દાખલ કરે તેવી માંગ ઉઠી હતી. જો કે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધારાસભ્ય પીરઝાદને ન્યાયિક તપાસની ખાતરી આપ્યા બાદ ટોળા વિખેરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...