વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી આઇસર ટ્રકમાં ભુસાની આડમાં વિદેશી દારૂ લઇ જવાતો હોવાની બાતમીના આધારે મોરબી એલસીબી ત્રાટકી હતી અને દારૂ, આઇસર સહિત ૩૬.૧૭ લાખનો મુદ્દામાલ કબજે લઇ બે શખ્સની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી. રાજસ્થાનથી ગાંધીધામ તરફ દારૂનો જંગી જથ્થો લઇ જવાતો હોવાની પૂર્વ બાતમીના આધારે મોરબી એલસીબી વોચમાં હતી એ વખતે ત્યાંથી શંકાસ્પદ આઇસર પસાર થયું હતું અને તેને રોકીને તલાશી લેતાં વિદેશી દારૂનો જંગી જથ્થો નીકળી પડ્યો હતો.
પોલીસે આરોપી લાલુરામ વિજયરામ મીણા ઉ.વ. ૨૨ રહે . ચણાવદા ગામ કનાત ફળીયુ તા.ગીરવા જી.ઉદયપુર રાજસ્થાન તથા પીન્ટુભાઇ માંગીલાલ ડાંગી ઉ.વ. ૨૩ રહે . ઘાસા ગામ આવલીયા વિસ્તાર તા.માવની જી.ઉદયપુર ( રાજસ્થાન ) ની ધરપકડ કરી હતી, જ્યારે લોગરાજ ઉર્ફે બબ્બી રહે . આબુરોડ , રીકકો ઇન્ડસ્ટ્રીયલ એરીયા રાજસ્થાન ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારી રહે . નાથદ્વારા રાજસ્થાન બંનેને પકડવાના બાકી છે.
પોલીસે આઈસર કબ્જે કર્યું હતું અને જેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવેલ હતો, જેની કિંમત અંદાજે ૩૦ લાખ જેટલી થવા જાય છે તેમજ ટ્રક ની કિંમત ૫ લાખ મોબાઈલ તથા રોકડ મળી કુલ રૂ . .૩૬,૧૭,૯૦૦ નો મુદામાલ કબજે કરવામાં આવેલ હતો .
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.