તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યાર્ડ સંચાલકોમાં આક્રોશ:વાંકાનેરમાં કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે આવેદન

વાંકાનેર4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરમાં કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં માર્કેટિંગ યાર્ડના સતાધીશો તથા ખેડૂત અગ્રણીઓએ આવેદનપત્ર પાઠવ્યું હતું અને આ કાયદા રદ કરવા માગણી કરી હતી. વાંકાનેરમાં કોંગ્રેસી ધારાસભ્ય, માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન, ચેરમેન તથા ખેડૂત અગ્રણીઓએ સેવા સદન ખાતે રાષ્ટ્રપતિને સંબોધીને મામલતદારને કૃષિ કાયદાઓનો વિરોધ દર્શાવતું આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, અમો આ કૃષિ વિધેયકો પાછા ખેચવાની માંગણી કરીએ છીએ. ખેડુતોને પોતાના પાકની પૂરતી કિંમત મળવી જોઇએ.

દિલ્હી ખાતે ખેડુતો દ્વારા આ ખેડુત વિરોધી કાયદાને પાછો ખેચવા માટે ચાલી રહેલા આંદોલનને અમો ટેકો જાહેર કરીએ છીએ. આવેદન પત્ર આપવા માટે ઈરફાન પીરઝાદા, શકીલ પીરઝાદા, ગુલામભાઈ પરાસરા, અશ્વિન મેઘાણી, આબીદ ગઢવારા, જી.જી. કડીવાર, ઈમ્તિયાઝ મારવીયા, મંજુર હુસૈન શેરસિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો