વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા નવી પેન્શન યોજના રદ કરી, ફરીથી જૂની પેન્શન યોજના જ ચાલુ રાખવા બાબતે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના કર્મચારીઓના બનેલા ‘ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો’ અને ‘ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ’ તરફથી ગુજરાત રાજ્યમાં નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા કરેલા આહવાન અનુસાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિએ બંધારણ પેન્શન અધિકાર દિવસ તરીકે ઉજવણી કરી અને ગુજરાતમાં જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા માંગણીઓ સાથે વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના નેજા હેઠળ વાંકાનેર ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
શિક્ષકોએ આપેલા આવેદનપત્રમાં માંગ કરી હતી કે ફિક્સ પગારનો કેસ સુપ્રિમ કોર્ટમાંથી પરત ખેંચી ફિક્સ પગારની પ્રથા કરાર આધારિત ભરતી મૂળ અસરથી બંધ કરવી. વધુમાં ગુજરાત સરકારએ સૈધ્ધાંતિક રીતે સ્વીકારેલી કેન્દ્રીય પગારપંચની ભલામણો અનુસાર સાતમા પગારપંચના તમામ બાકી ભથ્થાંઓ તુરંત આપવા, મૂળ નિમણૂંક તારીખથી તમામ હેતુ માટે સળંગ નોકરી ગણવી, અને તમામ કર્મચારીઓને ઉચ્ચત્તર પગાર ધોરણ ૧૦, ૨૦ અને ૩૦ વર્ષે આપવું સહિતની માગણીઓ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.