તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:રામપરા વીડીમાં ઢોર ચરાવવાની ના પાડતાં કર્મચારીને માર પડ્યો

વાંકાનેર19 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં આવેલા રામપરા અભ્યારણમા માલ-ઢોર ચરાવવાની ના પાડતા ત્રણ શખ્સએ કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સ સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં આવેલા રામપરા અભ્યારણમા નોકરી કરતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલએ આરોપીઓ વિભાભાઇ નવઘણભાઇ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા, છેલાભાઇ ખેગારભાઇ ગરીયા ત્રણેય ખીજડીયા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં ફરીયાદીએ આરોપીઓને રામપરા અભ્યારણમા માલ-ઢોર ચરાવવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સોએ ફરજમા રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી આરોપીઓેએ લાકડી વડે જમણા પગની ઘુંટી ઉપર ઘા મારી ફ્રેકચર કરી નાખ્યું હતું.

આ બનાવ અંગે વિડીભોજપરા ગામની સીમમાં આવેલા રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ- તથા જી.પી.એકટ કલમ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...