કાર્યવાહી:‘અમારી સામે ફરિયાદ કેમ કરે છે’ કહી યુવાન પર છરીથી હુમલો

વાંકાનેર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં બન્યો ઘાતકી બનાવ

વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા યુવાનને આંતરી મોડીરાત્રે રિક્ષામાં આવેલા બે શખ્સોએ અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે કહી રેલવેના નાલા નજીક ધોકા વડે હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જે બનાવની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં રહેતા ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા નામનો યુવાન મોડીરાત્રે જકાતનાકા નજીક ચાની હોટલે ઉભો હતો ત્યારે વાંકાનેરમાં જ રહેતા આરોપી જાકીરભાઈ મહંમદભાઇ રાઠોડ અને નુરમહંમદભાઈ મકવાણા ઓટો રિક્ષામાં ધસી આવ્યા હતા.

અને તેમાંથી ધોકો લઈને નીચે ઉતરતા ફરિયાદી ઈનાયતભાઈ અયુબભાઇ પીપરવાડીયા ત્યાંથી એક્ટિવા લઈને ચાલવા લાગ્યા હતા, આથી આ શખ્સોએ રીક્ષામાં તેમનો પીછો કરી સર્વિસ રોડ રેલવે નાલા નજીક યુવાનને ઉભો રાખી અમારા વિરુદ્ધ ફરિયાદ કેમ આપે છે કહી ધોકા વડે માર મારી છરીના ઘા ઝીંકી દીધા હતા.

આથી યુવાનને સારવાર માટે ખસેડાયો હતો અને યુવાનની ફરિયાદના આધારે વાંકાનેર સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

અન્ય સમાચારો પણ છે...