કાર્યક્રમ:વાંકાનેરના ભોજપરામાં ખોડિયાર આશ્રમ ગૌશાળામાં ત્રિદિવસીય કાર્યક્રમ યોજાશે

વાંકાનેર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાણપ્રતિષ્ઠા, હોમ હવન અને સંતવાણીના સૂર રેલાવશે

વાંકાનેર નજીક ભોજપરા ખાતે ખોડિયાર આશ્રમ ગૌ શાળા ખાતે મહાદેવજી, ખોડિયાર માતાજી તથા શ્રી ગુરૂ દત્તાત્રેય ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ત્રિદિવસીય આયોજન 21 થી 23 જાન્યુઆરી સુધી મહોત્સવ યોજાશે. ત મહોત્સવમાં પ્રથમ દિવસે તા.21ને શુક્રવારના રોજ હેમાદ્વી શ્રવણ, દેહશુદ્ધિ, ગણેશ સ્થાપના,પુન્યાહ વાંચન માતૃકા પુજન, નાંદી શ્રાદ્ધ, અગ્નિ સ્થાપન, ગૃહ સ્થાપન, વાસ્તુ આદિ દેવોનું આહવાન સ્થાપન, હોમ જલાધિવાસ,નગર શોભાયાત્રા,ધાન્યાધિવાસ,સાયં પુજન આરતી થશે.

બીજા દિવસે તા.22ને શનિવારે ગણેશાધિક સ્થાપિત દેવોની પ્રાતઃપુજા,મુર્તિ જાગરણ, 94-કળશ દ્વારા મૂર્તિની સ્થાપન વિધિ, 81-કળશથી પ્રસાદ અને 9 કળશ દ્વારા શિખર સ્નપન વિધિ મૂર્તિના મહાન્યાસ શય્યાધિવાસ સાયં પૂજન આરતીનું આયોજન કર્યું છે. ઉપરાંત રાત્રે 9 વાગ્યે સંતવાણી કાર્યક્રમ થશે.જેમાં ભગવતીબેન ગોસ્વામી, નીતિનગીરીબાપુ,વજુગીરી બાપુ સહિતના ઉપસ્થિત રહેશે. ત્રીજા દિવસે તા.23ને રવિવારના રોજ બ્રહ્મશીલા,કર્મશીલા પૂજન પ્રાણ પ્રતિષ્ઠા ધ્વજા રોહણ, હોમ ઉત્તર પૂજન બલિદાન પૂર્ણાહુતિનું અને રાત્રે 9 વાગ્યે સંતવાણી થશેે.જેમાં કલાકાર ખીમજીભાઈ ભરવાડ ઉપસ્થિત રહેશે. મહોત્સવના આચાર્ય પદ પર શાસ્ત્રી વિજયભાઈ એ.મથ્થર બિરાજશે.

અન્ય સમાચારો પણ છે...