આયોજન:વાંકાનેર શહેરમાં રાજવીની તિલકવિધિ અવસરે યોજાયો ધુમાડાબંધ જમણવાર

વાંકાનેર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટીલ સહિતના મહાનુભાવોની હાજરીમાં 17,000થી વધુ લોકો જમ્યા
  • 5 દિવસ સુધી તિલકવિધિથી માંડી રાજ્યાભિષેક સુધીના આયોજનો થયા

વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહજી ઝાલાની 5 દિવસની તિલક વિધિ મહોત્સવ અંતર્ગત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો, પાંચમા દિવસે વાંકાનેરમાં ધુમાડા બંધ જમણવાર યોજાયો હતો, જેમાં 17 હજારથી વધુ એક જ સ્થળે જમ્યા હતા.

તિલકવિધી અવસરે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજયકક્ષાનાં મંત્રી બ્રિજેશ મેરજા, અરવિંદ રૈયાણી, સાસંદ મોહનભાઈ કુંડારીયા, વિનોદ ચાવડા,રામભાઈ મોકરિયા, પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા. ભરત બોઘરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતના દ્વારા કેસરીદેવસિંહ ઝાલાનું શાહી સન્માન કરવામાં આવેલ હતું.

વાંકાનેર રાજવી દિગ્વિજયસિંહના નિધન બાદ કોરોના મહામારીને કારણે પરંપરા મુજબ ગાદી ખાલી ન રાખી શકાય એટલે સાદગી થી કેશરીદેવસિંહએ જવાબદારી સંભાળી લીધી હતી અને બાદમાં આ સમારોહ યોજવામાં આવ્યો હતો. સતત પાંચ દિવસ ચાલેલા આ અવસરના સમાપનમાં સમૂહભોજન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં ગામ આખું ધુમાડાબંધ જમ્યું હતું. રાજવીની તિલક વિધિને અનુસંધાને વાંકાનેરના ઐતિહાસિક રણજિત વિલાસ પેલેસને સોનેરી લાઇટિંગથી બેનમૂન શણગાર કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...