શકુનિઓની ધરપકડ:ગારિયા ગામમાં વાડીમાં ચાલતા જુગારધામ પર દરોડો, 12 ઝડપાયા

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1.74 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો, બે નાસી ગયા

વાંકાનેરના ગારીયાની સીમમાં આવેલી ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડીને મોરબી એલ.સી.બી.એ 12 ઇસમની ધરપકડ કરી છે. જ્યારે 2 ઈસમ પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યા હતા. મોરબી એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે ગારીયાની સીમમાં આરોપી ઇકબાલભાઈ ઉર્ફે ભૂરો ગરાણા ઓરડીમાં જુગારધામ ચલાવી રહ્યો છે.

આથી ટીમે ત્યાં દરોડો પાડીને જુગાર રમતા ઇકબાલભાઇ ઉર્ફે ભુરો ગરાણા, સંજયભાઇ ઉર્ફે ચંદુ જીડીયા, કાનજી ઉર્ફે કાનો સરવૈયા, યાકુબભાઇ શેરસીયા, વિજયભાઇ મકવાણા, વિપુલભાઇ રોજાસરા, મકસુદભાઇ ગુર્જર, અલ્ફાઝભાઇ ગરાણા, એજાઝભાઇ મડમ, હનિફભાઇ હોથી, મનુભાઇ પરમાર, સુનિલભાઇ જીડીયાને ઝડપી પાડીને રોકડ રૂ. 43,000 મોબાઇલ ફોન નંગ-9 કિ. રૂ. 36000 વાહનોની કિ. રૂ. 95000 મળી કુલ મુદ્દામાલ કિ. રૂ. 1,74,000 જપ્ત કર્યો હતો, બીજી તરફ ફરાર બે આરોપીને પકડવા કવાયત હાથ ધરી હતી.

કામગીરીમાં મોરબી એલસીબી ટીમના પી આઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન બી ડાભી, એન એચ ચુડાસમા, સુરેશભાઈ હુંબલ, નંદલાલ વરમોરા સહિતના જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...