વાંકાનેરમાં છેલ્લા 37 વર્ષોથી પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વે નીકળતી ભવ્ય શોભાયાત્રા આ વખતે પણ નીકળશે. આયોજનો માટે યોજાયેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વાંકાનેર શહેરમાં છેલ્લા ૩૭ વર્ષોથી પરંપરાગત જનમાષ્ટમી પર્વે સાધુ સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં સેવક સહિત અનેક ધાર્મિક મંડળો સહિત શહેર તથા તાલુકાના હિન્દુ સમાજના લોકો દ્વારા દર વર્ષે ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
જે મુજબ આ વર્ષે પણ આગામી જન્માષ્ટમી પર્વ પર શહેરના જડેશ્વર મહાદેવ મંદિર રોડ વાંકાનેર ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળશે. શોભાયાત્રાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મળેલી મિટિંગમાં યાત્રા પરંપરા મુજબ ફળેશ્વર મંદિરેથી નીકળી શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરશે જેમાં દર વર્ષની માફક સાધુ સંતો મહંતો વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તથા અનેકવિધ નેજા તળે સેવકૈય પ્રવૃત્તિ કરતા મંડળો સહિત સમગ્ર વાંકાનેર પંથકના લોકો જોડાશે.
બેઠકમાં વાંકાનેરના રાજવી કેશરીદેવસિંહ ઝાલા , અશ્વિનભાઈ રાવલ, વજુભા ઝાલા , ભરતભાઇ ઓઝા , અમરશી ભાઈ મઢવી , પુષ્કરભાઈ ત્રિવેદી સહિત વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હોદેદારો તથા સાધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.