કાર્યવાહી:વાંકાનેર પાસેના કેસરિયા પાસેથી પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોરબી SOG એ મુદ્દામાલ કબજે લઇ કાર્યવાહી આરંભી

વાંકાનેર તાલુકાના કેસરિયા ગામ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં તળાવ પાસે આવેલ ઓરડીમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને બે જીવતા કારતુસ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

એસ.ઓ.જી.એ વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના તળાવ પાસે આવેલી ઓરડીમાં દરોડો પાડતાં ત્યાંથી એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવી આવી હતી જેથી પોલીસે સ્થળ પરથી આરોપી રહીમભાઇ રાયધનભાઇ મોવર વીશીપરા, રેલ્વેસ્ટેશન પાસે, વાંકાનેરને દેશી બનાવટની એક પીસ્તોલ તેમજ જીવતા બે જીવતા કારતુસ સહિત કુલ રૂ. 10200 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી. મોરબી એસ.ઓ.જી. ટીમની આ કામગીરીમાં ઇન. પીઆઇ એમ. પી. પંડ્યા, પીએસઆઇ કે.આર.કેસરિયા, એએસઆઇ રણજીતભાઇ બાવડા,ભાવેશભાઈ મિયાત્રા, અંકુરભાઈ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...