તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાંકાનેર પાસેથી ઘાસચારાની આડમાં છુપાવેલા દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1.38 લાખના દારૂ સહિત 2.43 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

વાંકાનેરના વઘાસિયા ટોલનાકા પાસેથી લીલા ઘાસચારાની આડમાં દારૂનો વેપલો થતો હોવાની બાતમીના આધારે પોલીસે ગુપ્ત વોચ ગોઠવી હતી, શંકાના અાધારે એકની ધરપકડ કરતાં તેની પાસેથી લીલા ઘાસચારાની આડમાં છૂપાવેલો વિદેશી દારૂ સહિત 2.43 લાખના મુદ્દામાલ મોરબી એલસીબીએ કબજે લીધો હતો.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે વાંકાનેર વઘાસિયા ટોલનાકા નજીકથી લીલા ઘાસચારો ભરીને પસાર થઈ રહેલા અશોક લેલન કંપનીના મીની વાહનને ચેક કરતા આ ગાડીમાંથી રૂપિયા 1.38 લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા ગાડીના ચાલક ઇમરાન ઉર્ફે ભાઇજાન રજાકમાઇ ચોટીલા વાળાને ઝડપી લેવાયો હતો.

એલસીબી ટીમે દારૂની હેરફેર કરતા આરોપી પાસેથી મોબાઇલ ફોન નંગ-1 કિ. રૂ. 5000 તેમજ નંબર વગરની અશોક લેલન કંપનીની ગાડી કિ. રૂ. 1,00,000 કબજે કરી કુલ રૂપિયા 2.43 લાખનો મુદ્દામાલ કબજે લઇ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસમાં ગુનો દાખલ કરાવેલ છે. આ કામગીરીમાં એલસીબી પી આઇ વી. બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઇ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, જયેશભાઇ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઇ કુંગસીયા, નિર્મળસિંહ જાડેજા, બ્રિજેશ કાસુન્દ્રા વગેરે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...