તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી એસઓજીનો દરોડો:ઢુવા-માટેલ રોડ પર ડિગ્રી વગર દવાખાનું ચલાવતો શખ્સ ઝડપાયો

વાંકાનેર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાંકાનેરના અમરધામ પાસે મોરબી એસઓજીનો દરોડો

મહામારીનો ફાયદો લઇ માલદાર થઇ જવાની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો પર પોલીસે ધોંસ વધારી છે અને તેના અનુસંધાને વાંકાનેરના ઢૂવા માટેલ રોડ પર અમરધામ પાસે પરપ્રાંતીય શખ્સ તબીબી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવતાં મોરબી એસઓજી ત્રાટકી હતી, નકલી તબીબને દવાઓ-સાધનો સાથે ઝડપી લઇ કાર્યવાહી આરંભી હતી.

ઢુવા-માટેલ રોડ પર આવેલા અમરધામ પાસે એક શખ્સ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાની ચોક્કસ બાતમીના આધારે મોરબી એસઓજીની ટીમ દ્વારા સ્થળ પર દરોડો પાડી માનવ જિંદગી સાથે ચેડાં કરીને ડોક્ટરની પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને ઝડપી કુલ રૂ. 13,881ની કિંમતની દવાઓ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર આવેલ મંદિર પાસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા દરોડો પાડી નામ વગરનું અને કોઇપણ પ્રકારની ડિગ્રી વગર દવાખાનું ચલાવી ડોક્ટરી પ્રેક્ટિસ કરતા મૂળ પશ્ચિમ બંગાળના ગોલકવિશ્વાસ પ્રફુલ્લ વિશ્વાસને ઝડપી લીધો હતો. આરોપી પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં પણ લોકોની જિંદગી સાથે ચેડા કરીને દર્દીઓને દવાઓ આપતો હોય જેથી પોલીસે આરોપી નકલી ડોક્ટર પાસેથી એલોપેથીક દવાઓ કે જેની કિંમત રૂ. 13,881 થવા જાય છે તે કબ્જે કરી તેની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...