સંકલ્પ:વાંકાનેરના જાલીડા નજીક ભવ્ય રામધામ નિર્માણ થશે રામદરબાર, વીરદાદા, જલારામ બાપાની સ્થાપના કરાશે

વાંકાનેર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
અહીં આકાર લેશે બેનમૂન રામમંદિર, મંદિર નિર્માણ માટે જમીન સંપાદન સહિતનું કામ શરૂ. - Divya Bhaskar
અહીં આકાર લેશે બેનમૂન રામમંદિર, મંદિર નિર્માણ માટે જમીન સંપાદન સહિતનું કામ શરૂ.
  • 35 એકર જમીનમાં બનનારા મંદિરની સાથેસાથે આરોગ્યલક્ષી સુવિધાનો સમન્વય કરાશે

વાંકાનેર બાઉન્ડ્રી અને કુવાડવા નજીક આવેલા જાલીડા ગામ પાસેની 35 એકર જમીન પર આગામી સમયમાં ભવ્ય રામધામનું નિર્માણ થનાર છે. જેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પહેલાં રામયજ્ઞ કરવામાં આવનાર હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. જમીન સંપાદન સહિતની વિધિ અારંભી દેવામાં આવી છે.રામધામના નિર્માણ માટે વાંકાનેરના રઘુવંશી અગ્રણી અને પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ પગમાં પગરખાં નહિ પહેરવાની પ્રતિજ્ઞા લીધી હતી જે રામધામ માટે નિશ્ચિત કરાયેલી જમીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેક પૂરી કરી પગરખાં પહેરશે.

આ માત્ર ધાર્મિક સ્થાન નહીં હોય, આગામી સમયમાં અહીં ભોજનાલય , હોસ્પિટલ , શૈક્ષણિક સંકુલ , ગૌશાળા સહિતની સેવાકીય પ્રવૃતિઓ વિચારાધીન છે. સમસ્ત રઘુવંશી સમાજના આસ્થાના પ્રતિક રૂપે ભવ્યાતિભવ્ય નિર્માણ થનાર રામધામ મંદિરના નિર્માણ માટે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં રાજકોટ ચોટીલા નેશનલ હાઇવે પર ચોટીલા બાઉન્ડ્રી પાસેની હોટેલથી જમણી તરફ જમીનની ખરીદી કરવામાં આવી છે. રામધામના નિર્માણ બાદ હાલ રામ દરબાર , વીરદાદા જશરાજ તેમજ સંત શિરોમણી જલારામ બાપાની સ્થાપના કરવામાં આવશે.

આગામી સમયમાં રામધામ સંકુલ ખાતે આરોગ્યલક્ષી સેવાઓ શરૂ કરવામાં આવશે તથા ગૌશાળા તેમજ શૈક્ષણિક સંકુલની સ્થાપના થશે તેમ રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણીએ જણાવ્યું હતું. સોમાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ રામધામ દેશના સમગ્ર રઘુવંશી સમાજના સહયોગથી બનશે.હાલ આ સ્થળે મંદિર નિર્માણ માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેના ભાગરૂપે જમીનને સમથળ બનાવવાની કામગીરી ટ્રેકટર , જેસીબી વડે પૂરજોશમા ચાલી રહી છે.

રામધામ ખાતે શુભેચ્છા મુલાકાત માટે સૌરાષ્ટ્રના અનેક સ્થળેથી લોહાણા સમાજના અગ્રણીઓ , રઘુવંશી સમાજના પ્રમુખો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગીરથ કાર્યને બિરદાવવામાં આવ્યું હતુ. મંદિર નિર્માણ પહેલા ભગવાન રામનો રામ યજ્ઞ કરવામાં આવશે જેના માટે મુહૂર્ત તેમજ તારીખ ગુરુદેવ હરિચરણદાસજી બાપુની આજ્ઞા મુજબરામ યજ્ઞનું આયોજન કરાશે.યજ્ઞમાં ગુરુદેવ હરિચરણદાસજી ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...