તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:વાંકાનેરના જામસર ચોકડી પાસેની એક્સેલ પેપરમિલમાં આગ ભભૂકી

વાંકાનેર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
આગના પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે - Divya Bhaskar
આગના પગલે ફાયર ફાયટરો ઘટના સ્થળે
 • મોરબી, વાંકાનેર, હળવદ અને રાજકોટના ફાયર ફાઇટરો ઘટના સ્થળે
 • પેપરમિલમાં રહેલો કાગળનો જથ્થો આગમાં ભસ્મીભૂત થઇ ગયો

વાંકાનેર તાલુકામાં આવેલા જામસર ચોકડી પાસેની એકસલ પેપરમિલમાં મંગળવારે સાંજે આગ લાગી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોરબી, વાંકાનેર, હળવદ અને રાજકોટના ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા અને આગને કાબૂમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો. જોતજોતામાં જ આગે વિશાળ રૂપ ધારણ કર્યું હતુ.

આગમાં સેડ ઉપરના પતરા સહિતની સામગ્રી બળીને ખાક થઇ ગઇ. તેમજ આગની ઘટનાના પગલે વાંકાનેર પ્રાંત અધિકારી દેસાઇ તથા તાલુકા પોલીસ સહિતના અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સદનસીબે કોઇ જાનહાનિ થયાની વિગત બહાર આવી નથી. હાલ આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ શર્કિટ હોવાનું બહાર આવ્યુ છે. તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો