ક્રાઇમ:વાંકાનેર નજીક બિલ વિનાનું કેમિકલ ભરેલું આઇશર ઝડપાયું

વાંકાનેરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અંકલેશ્વરના ડ્રાઇવરની અટકાયત, 5.39 લાખનો મુદ્દામાલ કબજે

વાંકાનેર શહેર પોલીસે ગત રાત્રીના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર પાસેથી પસાર થઈ રહેલા આઇસરની તપાસ કરતા બીલ વગરના 39 બેરલ કેમિકલ ભરેલો શંકાસ્પદ કેમિકલનો ટ્રક મળી આવ્યો હતો. આ બાબતે પોલીસ દ્વારા વધુ તપાસ કરતા કેમિકલ ભરીને નીકળેલ GJ 16 W 9332 નંબરના આઈસર માં ડ્રાયવર પાસે બિલ ન હોવાથી મૂળ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના રહેવાસી ડ્રાઈવર 26 વર્ષીય ભાનુભાઇ મુકેશભાઈ અટકાયત કરવામાં આવી છે. શંકાના આધારે પોલીસે હાલ રૂપિયા 5 લાખની અંદાજિત કિંમત ધરાવતું આઇશર તથા 39 હજાર રૂપિયાની જીનાતનું 39 બેરલ કેમિકલ કબ્જે લઇ વધુ તપાસ શહેર પોલીસ સ્ટેશનના કિરીટસિંહ ઝાલાએ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...