વાંકાનેરના ચંદ્ર્પુર ૨ (ભાટીયા સોસાયટી)ના પ્રજાજનોને પીવાના પાણીનો પ્રશ્ન દુર કરી યોગ્ય વ્યવસ્થા કરવા રહીશોએ સાંસદને રજૂઆત કરી હતી. ચંદ્રપુર ૨ (ભાટિયા સોસાયટીમાં પીવાના પાણીની સગવડ કરવા સોસાયટીના અગ્રણીઓ દ્વારા સ્થાનીક અધિકારીઓ તથા સબંધીત અધિકારીઓને વારંવાર રજુઆતો કરી છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી. હાલ જે પાણી મળે છે તે ક્ષારયુક્ત બોરનું પાણી હોય જેનાથી ચામડી જેવા રોગ ફેલાય છે અને આ પાણી પિવા લાયક નથી તેવા રીપોર્ટ પણ છે. છતાં યોગ્ય વ્યવસ્થા ન થવાથી હાલ આ પાણીનો ઉપયોગ કરી સ્વાસ્થયને હાનિકારક તેમજ જોખમરૂપ હોય છતાં પ્રજાજનો અશુદ્ધ પાણી પીવા મજબૂર બન્યા છે.
ચંદ્રપુર -૧ તથા ભાટીયા સોસાયટી એકજ ગ્રામ પંચાયત હોય તેમ છતાં પાણી પુરવઠા બોર્ડ ભાટીયા સોસાયટી સાથે પક્ષપાતી વલણ રાખી અન્યાય કરે છે . ભાટીયા સોસાયટી સિવાયના તમામ વિસ્તારને પિવા લાયક નર્મદાનું પાણી મળે છે . વધુમાં ઉપસરપંચના પતિ હરિશ્ચંદ્રસિંહ ઝાલા દ્વારા સાંસદને લેખિત રજૂઆતમા જણાવ્યું હતું કે સોસાયટીના પીવાના પાણીની સમસ્યા બાબતે સાંસદ મોહનભાઈ કુંડારિયાને પણ ધ્યાન દોર્યું અને રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.