નિર્ણય:વાંકાનેર પાલિકાના 6 હંગામી કર્મચારીને છૂટા કરી, પાંચની હંગામી ભરતી કરાઇ

વાંકાનેર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ, એકાઉન્ટ સહિતના જુદા-જુદા વિભાગોમાં કામ કરતા હતા

વાંકાનેર નગરપાલિકામા હંગામી ધોરણે નોકરી કરતા છ કર્મચારી સામે અનેક ફરિયાદો ઉઠતા વાંકાનેર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાએ વાંકાનેર પાલિકાના ટેક્સ, એકાઉન્ટ સહિતના જુદા-જુદા વિભાગોમાં કામ કરતાં તમામ છ હંગામી કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે. જો કે અન્ય પાંચ કર્મચારીની હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.

આ અંગે ચીફ ઓફિસર પાસેથી પાસેથી જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નગરપાલિકામાં કાયમી કર્મચારીઓની ઘટને કારણે મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી કરવામાં આવી હતી. હંગામી કર્મચારીઓને કામે લગાડીને રોજિંદા કામ કરવામાં આવે છે પરંતુ આ કર્મચારીઓ વિરુદ્ધ અનેક ફરિયાદો આવતા અધિકારીએ તાત્કાલિક છ હંગામી કર્મચારીઓને છૂટા કરીને બીજા પાંચ કર્મચારીઓને હંગામી ધોરણે નોકરીમાં રાખવામાં આવ્યા છે. ત્યારે આ છ કર્મચારીઓમાં રોષ ઉઠ્યો છે. ત્યારે આ મુદો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. અનેક લોકોમાં એવી ચર્ચાઓ પણ ઉઠી છે કે આ રાજકીય ઇશારે થયુ છે.

તમામ છ કર્મચારી સામે અનેક ફરિયાદ ઉઠતા નિર્ણય લેવાયો
છૂટા કરવામાં આવેલ કર્મચારીઓ વિરુદ્ધ અનેક ફરીયાદો ઉઠી હતી: જેને પગલે ચીફ ઓફિસર દ્વારા કર્મચારીઓને છૂટા કરવાનો નિર્ણય લેવાયો છે. - ઉત્તમ કાનાણી, વહીવટદાર નગરપાલિકા વાંકાનેર

​​​​​​​એક મહિનાનો કરાર રિન્યુ ન થતા છૂટા કરી દેવામાં આવ્યા
​​​​​​​ એક મહિનાના કરાર આધારિત ભરતી કરવામાં આવેલી હોય કરાર રીન્યુ નહિ થતા છ કર્મચારીઓને છૂટા કરાયા છે.- સંદીપસિંહ ઝાલા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...