કાર્યવાહી:રાતીદેવરીની યુવતીને લગ્ન માટે દબાણ કરનાર 4 આરોપી જેલહવાલે

વાંકાનેર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોરબીના 2 મહિલા સહિત 4 યુવતીને સતત ધમકી દેતા’તા
  • મારી નહીં થાય તો કોઇની નહીં થવા દઉં તેવી ચીમકી અપાતી

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતી એક મહિલાને બે મહિલા સહિત ચાર આરોપીઓ દ્વારા છેડતી કરી લગ્ન કરવા માટે દબાણ કરી હેરાન પરેશાન કરતા હોય જેથી આ બનાવમાં પિડીત મહિલાએ ચાર આરોપી સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ​​​​​મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ પોલીસ દ્વારા તાબડતોબ ચક્રો ગતિમાન કરી ચારેય આરોપીઓને ઝડપી જેલ હવાલે કરી દીધા હતા.

આ બનાવમાં મહિલાઓ સાથે થયેલા ગુનામાં વાંકાનેર સીટી પી.આઇ. કે. એમ. છાસીયા તથા પોલીસ ટીમ પ્રયત્નશીલ હોય દરમિયાન આ બનાવમાં મહિલાની છેડતી કરી લગ્ન માટે દબાણ કરનાર આરોપી હાર્દીકભાઈ ઉર્ફે હર્ષદ રવજીભાઈ મુછડીયા, રવજીભાઈ દાનાભાઈ મુછડીયા, દેવુબેન ઉર્ફે દેવીકાબેન રવજીભાઈ મુછડીયા, અનુબેન ઉર્ફે અનીતાબેન રવજીભાઈ મુછડીયાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

મોરબીના બે મહિલા સહિત ચાર શખ્સ વાંકાનેરના રાતીદેવરીની યુવતીને લગ્ન કરી લેવા માટે સતત દબાણ કરતા અને મારી નાખવાની ધમકી પણ આપતા, એક યુવકે તો ત્યાં સુધી ધમકી આપી હતી કે, જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો અન્ય સાથે પણ તારા લગ્ન નહીં થવા દઉં, આ ધમકીથી ત્રાસીને અંતે યુવતીએ પોલીસનું શરણું લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો અને આરોપીઓ જેલહવાલે.

અન્ય સમાચારો પણ છે...