વાંકાનેર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલના ચેકીંગ ડ્રાઈવ માટે 31 ટીમ કામગીરીમાં જોડાઇ હતી. જેમાં કુલ 518 વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા તેમાં 56 કનેક્શનમાં ગેરરીતી પકડાતા કુલ 15.24 લાખનો દંડ ફરકાર્યો હતો.
વાંકાનેર તાલુકાના ગ્રામ્ય -1 અને ગ્રામ્ય -2 પેટા વિભાગ કચેરી હેઠળના ગામ પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવમા ઘરવપરાશના 483, વાણિજ્યના 25 , ખેતીવાડીના 10 સહિત કુલ 518 કનેક્શનનું ચેકીંગ કરાયું હતું જેમાં ઘરવપરાશના 52 , વાણિજ્યના 03 તથા ખેતીવાડીના 01 મળી કુલ 56 વીજ જોડાણોમાં ગેરરીતી પકડાઇ હતી. વિજચોરી કરવા બદલ ઘરવપરાશમાં 13.24 લાખ, વાણિજ્યમાં 1.80 લાખ તથા ખેતીવાડીમાં 20 હજાર મળી કુલ 15.24 લાખ રૂપિયાના દંડના બીલ ફટકારવામાં આવ્યા હતા.
સઘન વીજચેકીંગથી પંથકમાં વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. પી.જી.વી.સી.એલ. ની કોર્પોરેટ ચેકીંગ ડ્રાઈવમાં મોનીટરીંગ ઓફિસર કાર્યપાલક ઈજનેર, પીજીવીસીએલ, વિભાગીય કચેરી, વાંકાનેરના એસ આર રાંકજા, નાયબ ઈજનેર, પીજીવીસીએલ, વિભાગીય કચેરી, વાંકાનેર જી કે સરવૈયા ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.