તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:વાંકાનેરના પંચાસિયાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 22.15 લાખની ગેરરીતિનો આક્ષેપ

વાંકાનેરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંડળીના સ્થાનિક સભાસદે અધિકાર હેઠળ માગેલી માહિતીમાં થયો ઘટસ્ફોટ

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ૨૨ લાખથી વધુની ગેરરીતિ થઇ હોવાનો આક્ષેપ કરીને મંડળીના જ સ્થાનિક સભાસદે જવાબદારો સામે પગલાં ભરવા માગણી કરી છે. તાલુકાના પંચાસિયા ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીમા ચાલતા નાણાકીય ગોટાળાઓ બાબતે તથ્ય સામે આવે અને જાણકારી મળી રહે તે માટે સ્થાનિક સભાસદ સેરસિયા અલાઉદ્દીન રસૂલ દ્વારા માહિતી અધિકાર હેઠળ વિગતો માગી હતી અને વર્ષ ૨૦૧૯-૨૦ તથા ૨૦૨૦-૨૧ ના ઓડિટ રિપોર્ટ તથા ઓડિટ મેમો પરથી ગેરરીતિ થઇ છે તેવું જાણવા મળ્યું હતું.

તા. 2.8.2021ના રોજ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ રાજકોટને ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે જેમાં રૂપિયા ૨૨૧૫૨૮૭ ની બિનહિસાબી રકમ સામે આવતા અરજદારે આ રકમની ઉચાપત કરવામાં આવી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કરીને વધુમાં જણાવ્યું હતું કે આવડી મોટી રકમની ઉચાપતને કારણે જ ડેરીના સભાસદોને પોતાના પશુ પ્રાણીઓના દુધમાં મળતું બોનસ છેલ્લા બે વર્ષથી નજીવું મળે છે.

ઓડિટ રિપોર્ટમાં જણાવ્યા મુજબ તા.1.4.19 થી 31.3.2021 સુધીનું ઓડિટ હાથ ધરાતા ઓડિટ સમય દરમિયાન સરકારના નિયમો મુજબ નફો જે થવો જોઇએ તે થયો નથી અને સેમ્પલ દૂધ જે સરકારના ધારા ધોરણ મુજબ જમા લેવામાં આવેલ નથી, જેને કારણે બે વર્ષમાં રૂપિયા 2215287 દૂધ વેચાણ, પત્રક મુજબના નફામાં આવેલ ખાદ્ય વગેરેની જવાબદારી મંડળીના જવાબદારોની થાય છે આવું ઓડિટ રિપોર્ટમાં જણાવવામાં આવેલ છે.

ઓડિટ રિપોર્ટના હાફ માર્જીન મેમોમાં જણાવ્યા મુજબ પંચાસિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમા ઓડિટના બે વર્ષના સમય ગાળા દરમિયાન નફો તથા સેમ્પલ દૂધની રકમ જમા લેવામાં આવેલ નથી, જેથી મંડળીને દૂધના નફામાં નુકસાની આવેલી હોય તેની જવાબદારી મંડળીના મંત્રી, મંડળીની કારોબારીની થતી હોય આં રકમ અંગે સહકારી કાયદાની કલમ 93 અથવા સહકારી કાયદાની કલમ 86 મુજબ જવાબદારી નક્કી કરવાની થતી હોય ખુલાસો કરવા અન્યથા ઉપર મુજબની રકમ મંડળીના બેંક ખાતામાં જમા કરાવી આધારો ડોક્યુમેન્ટ સ્પેશિયલ ઓડિટર મિલ્ક ઓડિટ ઓફિસ રાજકોટને દિવસ 15માં રજૂ કરવા અન્યથા ઉક્ત કલમો હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

અમે તમામ આધાર, પુરાવા આપી દીધા છે
ઓડિટ રિપોર્ટ, ઓડિટ મેમોમાં જણાવ્યા મુજબના તમામ આધાર પુરાવા સાથેના ડોક્યુમેન્ટ નિયત સમયમાં સ્પેશિયલ ઓડિટરને રજૂ કરી દેવાયા છે. સેમ્પલ દૂધ તો લેવાનું 2012થી બંધ જ છે. અમારી પાસે માગવામાં આવેલી વિગતો પૂરી પાડી દીધી છે. > માથકિયા સમીર હુસેનભાઇ, મંત્રી

અન્ય સમાચારો પણ છે...