રવિવારની રજાનો લાભ લઇ જુગારના હાટડા ખોલીને બેસી ગયેલા બાજીગરો પર પોલીસે ધોંસ બોલાવી હતી અને જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો. વાંકાનેરના નવાપરામાંથી 7, ગોંડલના મોવિયામાંથી 7 તેમજ જસદણના ભાડલામાંથી 6 જુગારી ઝડપી લઇ તેની પાસેથી કુલ મળીને 1.45 લાખનો મુદામાલ કબજે લઇ કાર્યવાહી આરંભી હતી.
વાંકાનેરના નવા પરા વિસ્તારમાં ફિરોજભાઈના મકાન પાસે અમુક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી જેમાં જેસાભાઈ લક્ષ્મણભાઈ જોગરાણી , નરેન્દ્રભાઈ ગોકળભાઈ આંબલીયા , પાર્થભાઈ મુકુંદભાઈ રાવલ , આદમભાઈ ઉસ્માનભાઈ કટિયા , રણજીતભાઈ ભાવસિંગ ભાઈ જરીયા , કેતનભાઇ છગનભાઇ ગાંગડીયા અને મહેશભાઈ છગનભાઈ ગમારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૧૫૭૦૦ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી ગોંડલ તાલુકાના મોવિયા ગામે માલપુર રોડ પર જુગાર રમતા મહેશ રણછોડભાઈ ભાલાળા, જયેશ ભીખાભાઈ મકવાણા ‘જયેશ ભીખાભાઈ મકવાણા, સંજ્ય વિઠલભાઈ જેઠવા, દિપક બેચરભાઈ પરમાર, નટુ ભીખુભાઈ સદાદીયા, કાંન્તીલાલ દયાળજી શેઠ, તેમજ લખમણ પુનાભાઈ બાળલીયા જુગાર રમતા મળી આવતા પોલીસે રોકડા રૂ.૨૨૯૪૦ મોબાઈલ નંગ-૭, બાઈક નંગ ૪ મળી કુલ રૂા.૧, ૧૬, ૯૪૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક બનાવમા જસદણ તાબેના ભાડલા માંથી જુગાર રમતા હરેશ ઠાકરશી મોરવાડીયા, બળદેવ હંશરાજ પરમાર, ધીરૂ છના મકવાણા, પરસોતમ ગોવિંદ પરમાર, મહિપત ચોથા પરમાર અને જગદિશ રતા મિઠાપરાને રોકડ રકમ રૂ.12,480 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.