કાર્યવાહી:અમરનગર અને કમઢિયામાંથી જુગાર રમતા 14 શખ્સ ઝડપાયા

વાંકાનેર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાનાંપ્રેમીઓ પાસેથી કુલ 33, 430ની મતા કબજે લેવાઇ

ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામની સીમમાં જુગાર રમી રહેલા છ શખ્સને તાલુકા પોલીસે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ કમઢીયાની સીમમાં હિંમતભાઇ ગાંડુભાઇ હિરપરાની વાડીમાં જુગાર રમી રહેલા વાડી માલિક હિંમતભાઇ ઉપરાંત મનસુખભાઇ વસોયા, કાનજીભાઈ જાસોલીયા, ધનજીભાઈ ગેડીયા, અરવિંદભાઈ વસોયા તથા ચંદુભાઇ જાસોલીયાને રોકડ રૂ. 11630 સાથે તાલુકા પીએસઆઇ ડી. પી. ઝાલાએ ઝડપી લઇ કાર્યવાહી હાથધરી હતી.

જ્યારે વાંકાનેર તાલુકાના અમરસર ગામે જાહેરમા જુગાર રમતા 8 જુગારીને 21800 રૂપિયા સાથે વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડયા હતા. દરોડામાં તકદીરભાઈ હુશેનભાઈ બ્લોચ, શેખરભાઇ સલીમભાઇ શાહમદાર, રફીકભાઈ મુરાદભાઈ બ્લોચ, એજાજભાઇ જાવિદભાઇ સોહરવદી, રસુલભાઇ હાજીભાઇ શાહમદાર, રમજુભાઈ હાજીભાઈ શાહમદાર, સિકંદરભાઈ મુરાદભાઈ બ્લોચ અને હનીફભાઈ ઉસ્માનભાઈ બ્લોચને ઝડપી લઇ 21,800નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ કામગીરીમાં પી.આઇ. એન. એ. વસાવા, એ. એસ. આઈ હીરાભાઈ તેજાભાઈ મઠીયા તથા પો. હેડકોન્સ પ્રદીપસિંહ ધીરૂભા ઝાલા, હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર, હરદીપસિંહ અશોકસિંહ ઝાલા, પો. કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતના પોલીસ કર્મીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...