કાર્યવાહી:વાંકાનેરના રાજાવડલા ગામમાં જુગાર રમતાં 11 ખેલી ઝડપાયા

વાંકાનેર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જુગારના પટમાંથી 25 હજારથી વધુ રોકડ કબજે લેવાઇ

વાંકાનેરમાં જુગાર દારૂનું વધતું જતું દુષણ ખુલ્લેઆમ પોલીસ માટે પડકાર સમાન છે. પોલીસ એકાંતરા જુગારીઓ પર દરોડા પાડી ઝડપી પાડીને કાર્યવાહી કરે છે છતાં જુગારીઓ જાણે હમ નહિ સુધરેંગેના સૂત્રને સાર્થક કરી જુગાર રમવાનું ભૂલતા નથી. આજે તાલુકાના રાજાવડલા ગામની સીમમાં જાહેરમાં પતા ટીંચતા 11 પત્તાપ્રેમી ઝડપાયા છે, પરંતુ પોલીસે દરોડો પાડી જુગાર રમતા 11 શકુનીને રૂ. 25,400ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી કે રાજાવડલાની સીમમાં સ્કૂલની બાજુમા જુગારધામ ધમધમે છે જેને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો અને જુગાર રમતા હુશેનભાઈ દેકાવાડીયા, હર્ષદભાઇ ખીરૈયા, કેશુભાઈ દેત્રોજા, ગણેશભાઇ ઓતરાદિયા, છગનભાઇ જેઠરોજા, વિનોદગીરી ગૌસ્વામી, બેચરભાઈ દેત્રોજા, કાળુભાઈ માણસુરીયા, અશોકભાઈ રાતોજા, કમલેષભાઈ દેત્રોજા અને કેશુભાઈ માલકીયા સહિતના 11 ઝડપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...