ક્રાઇમ:લજાઈમા ખેતર ફરતે બાંધેલી ફેન્સિંગ અડી જતા મહિલાનંુ મોત

ટંકારાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ટંકારા તાલુકાના લજાઈ ગામની સીમમા જીવતો વીજ વાયર ખેતર ફરતે બાંધેલી ફેન્સિંગ પર પડતા ખેતરમા ખેત મજૂરીકામ કરતી પરપ્રાંતીય શ્રમિક મહિલાને વીજ શોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના લજાઈ ગામના ખેડુત શાન્તિલાલ પટેલના ખેતરમાં મજૂર તરીકે એમપીનું દંપતિ જોતરાયુ હતું. મજુર દંપતિ રાબેતા મુજબ ખેતીકામ નિપટાવી નજીકમા આવેલ મજૂર ખોલીમા જઇ રહ્યું હતું ત્યારે ગુડીબેન રાકેશભાઈ શિગાડ (ઉ.વ.23) ખેતરની ફેન્સિંગ તાર ટપવા જતા તેણીનો હાથ લોખંડના ફેન્સીંગ તારને અડકી જતા મહિલાને પ્રાણઘાતક વીજ શોક લાગ્યો હતો અને ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયુ હતુ. જાણવા મળ્યા મુજબ ખેતરની વચ્ચેથી વીજવાયર પસાર થતા હોય આકસ્મિક રીતે જીવતો વાયર ફેન્સીંગ પર પડતા આખી ફેન્સીંગમા વીજ પ્રવાહ વહેતો થઇ જતાં અકસ્માત સર્જાયાનુ જાણવા મળ્યુ હતુ. બનાવની જાણ વીજતંત્રને થતા વીજ કર્મીઓએ ઘટનાસ્થળે દોડી જઈ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ હતી.

અન્ય સમાચારો પણ છે...