તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચીમકીનો ચમત્કાર:રોહિશાળામાં પવનચક્કીનું કામ અટકાવાયું

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંજૂરી વગર થતાં કામ સામે પ્રજાની ઉચાળા ભરવાની ચીમકીનો ચમત્કાર

ટંકારા તાલુકાના રોહિશાળા ગામે ગ્રામ પંચાયતની મંજૂરી વગર નાણાના જોરે બારોબાર 'ઉપર' થી મંજૂરી મેળવી ખાનગી કંપની દ્વારા પવનચક્કી ઉભી કરવાની પેરવી થતા ગામડાના લોકોએ એક જુટ થઈ સામુહિક વિરોધ કરી પવનચક્કીનુ કામ રોકવા કલેકટરને આવેદનપત્ર પાઠવી માંગણી કરી હતી. અને કામગીરી બંધ ન થાય તો સામુહિક સ્થળાંતર કરી ઉચાળા ભરવાની મંજૂરી આપવા તેમજ ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપી હતી અને આ અંગેનો આવેદનપત્રમા ઉચ્ચાર્યા અંગેનો દિવ્યભાસ્કરમા અહેવાલ પ્રસિધ્ધ થતા તંત્રને રેલો આવ્યો હતો. અને તંત્રે મામલતદારને દોડાવીને પવનચક્કીનુ કામ બંધ કરાવ્યુ હતુ.

ટંકારા તાલુકાના રોહીશાળા ગામે સરકારી ખરાબાની જમીન સ.નં.૪૦૭ મા હાલ પવનચક્કી સ્થપાયી રહી હોવાનુ નજરે ચડતા લોકોમાં રોષ ભભૂક્યો હતો. તાબડતોબ ગામડાના લોકો એકઠા થઈ સરપંચ ગૌરીબેન ચંદુભાઈની આગેવાનીમા ગામડાના વાલજીભાઈ ડાયાભાઈ, નિર્મળાબેન દેવસી, ગીતાબેન, મનસુખ નારણભાઈ સહિતનાએ મામલતદાર સમક્ષ દોડી જઈ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. પવનચક્કીથી સતત માથે મોત ઝળુંબતુ હોવાના ડર રહેવા સાથે જમીનમા પાણીના તળ ઉંડા જવાની ભીતિ વ્યક્ત કરવામા આવી હતી.

આથી જો તંત્ર ફાળવેલી જમીન અંગે ફેરવિચારણા નહીં કરે તો આંદોલન સહિતના કાર્યક્રમની ચિમકી ઉચ્ચારવામા આવી હતી. આ અહેવાલ દિવ્યભાસ્કરે તા. ૧૯ એપ્રિલ ના અંકમા‌ પ્રસિધ્ધ કરતા તંત્રને રેલો આવ્યો હતો અને તાકિદે નિર્ણય કરી મામલતદારને ગામડે દોડાવી હાલ પવનચક્કીનુ કામ બંધ કરાવ્યું હતું. આથી લોકોમાં રાહતની લાગણી ફરી વળી હતી.

અન્ય સમાચારો પણ છે...