આઠ મહિનાના લગ્નજીવનનો કરુણ અંજામ:સજ્જનપરમાં પરિણીતાનું ઝેરી દવા પી લેતાં મોત

ટંકારા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઠ મહિનાના લગ્નજીવનનો કરુણ અંજામ
  • દંપતી સાસુ, સસરાથી અલગ ઓરડીમાં રહેતું હતું

ટંકારાના સજનપર ગામે ખેતમજૂર તરીકે કામ કરતી પરપ્રાંતિય પરિણીતાએ ખેતરમાં પાકમાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીનુ મોત નિપજ્યુ હતુ. પરિણીતાએ આ રીતે મોત શા માટે માગી લેવું પડ્યું એ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

ટંકારા તાલુકાના નાના જડેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલા સજ્જનપર ગામના હસમુખભાઈ રામજીભાઈ કાસુન્દ્રા નામના ખેડુતને ત્યા ખેતમજૂર તરીકે દશરથભાઈ અને તેમના પત્ની રસીલાબેન ભાખડા નામનુ પરપ્રાંતિય દંપતિ દાહોદ જિલ્લાના લીમખેડાથી ટંકારાના નાનકડા ગામડે ખેતીકામે જોતરાયા હતા.

અને સીમમા ખેતરમા જ ખેડૂતે ઓરડી બાંધી આપી હતી અને એ ખોલીમાં વસવાટ કરતા હતા. અચાનક ખેતમજૂર પરિણીતાએ કોઈ અકળ કારણોસર ખેતરમા જ ઝેરી દવા ગટગટાવી લેતાં તેણીનું સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજ્યુ હતું. બનાવ અંગે પોલીસને જાણ થતા પોલીસે અપમૃત્યુના બનાવની તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા પ્રમાણે ઝેરી દવા પીને મોત વ્હાલુ કરનારી પરિણીતાના હજુ આઠેક માસ પૂર્વે લગ્ન થયા હતા.

અન્ય સમાચારો પણ છે...