તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોનો આક્ષેપ:ટંકારા તાલુકાના હડમતિયામાં પાણીની કટોકટી

ટંકારા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રજાના હિસ્સાનું પાણી ઔદ્યોગિક વપરાશમાં આપી દેવાતું હોવાનો લોકોનો આક્ષેપ

ટંકારાના હડમતિયામાં ઉનાળે પાણીની ભારે વિકટ સમસ્યા ઉભી થઈ છે. લોકોને પાણી પુરતી માત્રામાં મળતુ નથી, એ સંજોગોમા ઘરઆંગણાના પશુઓ માટેના પાણીના પિયાવા ખાલીખમ પડ્યા હોય પશુધન વલખી રહ્યુ છે. ગામડાની પ્રજા પીવાના પાણી મુદ્દે ટળવળતી હોવા છતાં ગ્રામપંચાયતથી માંડી રાજકીય નેતાઓએ લક્ષ ન આપતા કાર્યકરો રમેશભાઈ ખાખરીયા અને પ્રવિણભાઈ મેરજાએ ટંકારા ટીડીઓને રૂબરૂ વેદના ઠાલવી હતી.

ટંકારા તાલુકાના હડમતિયા ગામે ઘણા સમયથી પીવાના પાણી પ્રશ્ને બોકાસો બોલી ગયો છે. અઢી હજારની વસતી ધરાવતા ગામડામાં પાણીની કટોકટીના લીધે પ્રજા ટળવળી રહી છે ત્યારે મોટો પ્રશ્ન એ છે કે, પશુઓ પાણી માટે વલખી રહ્યા છે. પશુઓના અવેડા ખાલી પડ્યા હોય ભાંભરડા નાંખી ભટકી રહ્યા હોવા છતા ગ્રા.પં.કે અગ્રણીઓ ગામડાના પાણી મામલે કોઠું ન આપતા કાર્યકરોએ નાગાજણ તરખલાને રજૂઆત કરી હતી.

ગામડાના હિસ્સાનું પાણી ઉદ્યોગોને આપી દેવાય છે
હડમતિયા ગામે નર્મદાનુ પીવાનુ પાણી પહોચતું ન હોવાની રાવ આવતા ટીડીઓ ખુદ ચોંકી ઉઠ્યા હતા અને ગામડાના કાર્યકરોએ ફરિયાદમા નર્મદાના એર વાલ્વથી લજાઈ સંપ સુધી પહોચતા પાણીમા લજાઈ પાસે આવેલા ઔદ્યોગિક ઝોનમા ગેર કાયદેસર રીતે જોડાણો ગોઠવીને ચોરીથી ઈન્ડસ્ટ્રીઝમા પાણી પગ કરી જતુ હોવાનો આક્ષેપ કર્યો છે. આ મુદે ન્યાયી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરીને લોકોને પીવાનું પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવા માગણી દોહરાવી છે.

અન્ય સમાચારો પણ છે...