તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ટંકારા પાસે ડાયવર્ઝન વગર બનતા બ્રિજ પર વાહનો બેરોકટોક દોડે છે

ટંકારા11 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ-મોરબી હાઈવેને ફોર લેન બનાવવાની કામગીરીમા ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર રગશીયા ગાડાની જેમ ચાલતા ઓવરબ્રિજના કામમા નિતિ નિયમો નેવે મુકાયા હોય એમ ચાર વર્ષથી ચાલતા કામમા સર્વિસ રોડ હજુ બનાવાયો નથી. આના પરથી સ્પષ્ટ થાય છે કે, કામ કરતી એજન્સી ને તંત્ર નજર અંદાજ કરી હાઈવે પર જીવ પડીકે બાંધી પસાર થનાર પ્રજાની પરવા થતી નથી. બીજી તરફ ભ્રષ્ટ તંત્રે સરકારના ઓવરબ્રિજનુ ઉદઘાટન કરવાના મનસુબા ઉપર ઠંડુ પાણી રેડવાનું કામ કરીને સર્વિસ રોડ બનાવાયો ન હોવાથી ઓવરબ્રિજ ઉપર હાઈવે પર પસાર થતા વાહનો કાયમ દોડી રહ્યા છે.

65 કીમી.ના રાજકોટ -મોરબી હાઈવેનુ કામ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યુ છે. જેમા ટંકારા ખાતે લતીપર ચોકડી ઉપર ચાર વર્ષથી ઓવરબ્રિજનુ કામ ચાલી રહ્યુ છે. ઓવરબ્રિજ બનતો હોય હાઈવે ઓથોરિટીના નિયમ મુજબ લોકલ વાહનો સહિતના રાહદારીઓ માટે સર્વિસ રોડ નિર્માણ કરાયા બાદ જ કામગીરી કરાતી હોય છે. પરંતુ અહિયા નિતી નિયમો ને ખુદ તંત્રની મિલીભગતથી કામ કરતી એજન્સી અવગણી રહ્યા હોય એવુ ચિત્ર જોવા મળે છે.

ચાર ચાર વર્ષથી નાણા ચાંઉ કરી જવાના આશયથી સર્વિસ રોડ બનાવાયો નથી.પરંતુ ઉપરથી ઓવરબ્રિજ બન્યા બાદ સરકારના ઉદઘાટન કરવાના મનસુબા ઉપર તંત્રના જવાબદારોએ આંખ મિચામણા કરી ઠંડુ પાણી રેડી દીધુ હોય એમ હાઈવે પર પસાર થતા તમામ વાહનો નવનિર્મિત થતા ઓવરબ્રિજ ઉપર દોડે છે. ઉપરાંત, સર્વિસ રોડ ના અભાવે છાસવારે અકસ્માતો સર્જાઈ રહ્યા છે.

તાજેતરમા એક ભરવાડની માસુમ બાળકીનુ મોત પણ આવા જ કારણોસર થયુ હોવા છતા ધડો ન લેવાયાના વારંવાર અવાજો પ્રજામાથી ઉઠયા પછી બહેરા કાને અથડાયાના અનુભૂતિ જનતા કરી ચુકી છે. કોઇ જ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ ઉઠ્યો છે.

હાઈવે પર પોલીસ સ્ટેશનથી ચોકડી તરફ ડાયવઝૅન કે સર્વિસ રોડ આપ્યા વગર બેરોકટોક પણે કરાતા ઓવરબ્રિજના કામ મુદ્દે તંત્રની એજન્સીને છાવરવાની શંકા ઉપજાવતી નિતીની ચોમેર ટીકા સાથે પ્રજામા રોષની લાગણી ફેલાયી છે. જોકે, આ મામલે વહીવટી પ્રસાશને પણ ભેદી મૌન ધારણ કરી લેતા તાલુકાની પ્રજાને સહન કરવાનો વારો આવ્યો છે.આ મામલે માર્ગ મકાન વિભાગના જવાબદાર બાસીડાનો સંપર્ક કરવા અનેક પ્રયાસો બાદ પણ મોબાઈલ રીસીવ થયો ન હોતો.

અન્ય સમાચારો પણ છે...