સત્કાર્ય:વેદાચાર્યે પત્નીની સ્મૃતિ આર્યધર્મમાં ધબકતી રાખવા 10 લાખનું દાન આપ્યું

ટંકારા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત વેદાચાર્યનો નિર્ણય

ટંકારાના નિવૃત્ત વેદાચાર્ય અને આર્યધર્મને જીવન સમર્પિત કરી ધાર્મિક ગ્રંથો ચાર વેદનુ ગુજરાતીમા અનુવાદ કરી વેદ ઉપનિષદનો ઉપદેશ જન જન સુધી પહોંચાડવાનુ ભગીરથ કાર્ય કરનારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર સન્માનિત આર્યસમાજના વાનપ્રસ્થીના પત્નીનુ અવસાન થતા યોજાયેલી શ્રધ્ધાંજલી સભામા પોતાના શેષ જીવનની પરવા કર્યા વગર 10 લાખનુ અનુદાન આર્યસમાજને આપી વૈદિક ધર્મ પ્રત્યે પોતાનો લગાવ ઉજાગર કર્યો હતો.

ટંકારામા સ્થાયી થયેલા, આર્યસમાજના પ્રચાર પ્રસારનુ કાર્ય કરનારા દયાળજીભાઈ પરમારને સાહિત્ય ગૌરવ પુરસ્કાર-2020થી સન્માનિત કરાયા હતા. દયાળમુનીના ધર્મપત્નીનુ અવસાન થતા આર્યસમાજ દ્વારા શ્રધ્ધાંજલી સભા યોજાઈ હતી. જેમાં પુત્ર ભરતભાઈ અને પુત્રી ભારતીબેનની ઉપસ્થિતિમા દસ લાખનુ દાન આર્યસમાજને આપી વૈદિક ધર્મ પ્રત્યેની લાગણી ઉજાગર કરી હતી. અગાઉ પણ અનેકવાર દાન આપ્યું છે. હિંદુ ધર્મના સંસ્કૃત ભાષાના 4 મહાન વેદના 20397 શ્લોક કંઠસ્થ કરનારા દયાલજીભાઈ નિવૃત્ત કર્મચારી હોવા છતા અનેક વખત ખૂબ સારી રકમનુ દાન પવિત્ર સંસ્થાઓમા કરતા રહ્યા છે.

તેઓને સંસ્કૃત સાહિત્ય ગૌરવ પુરસ્કાર સાથે રૂપિયા એક લાખ રોકડ પુરસ્કાર પણ મળ્યો હતો, ઉપરાંત, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પણ બે લાખ રૂપિયા પુરસ્કાર અપાયો જેમા, પોતાની પુંજીના બે લાખ ઉમેરી પાંચ લાખ રૂપિયા આર્યસમાજને અર્પણ કરી દીધા હતા. ઉપરાંત, આર્યસમાજ સંસ્થા દ્વારા વેદ રથ ખરીદ કરાતા તેમા પણ એક લાખનુ યોગદાન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...